પૃષ્ઠ:Kathagutch.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
કથાગુચ્છ.


અકુલની માળા હૈના ગળામાં પહેરાવીને કહ્યું હતું કે બકુલ સુકાઈને રૂપહીન થઇ ગયા છતાં પણ સુગંધહીન થતું નથી. આપણા પ્રેમ પણ એજ પ્રમાણે સંકટમાં કે સંપત્તિમાં સુખમાં કે દુ:ખમાં એવા ને એવા દૃઢ અને તાજો રહેશે.’ લાવણ્યપ્રભાને એ બકુલના પ્રત્યેક ફૂલે જાણે કેટલીએ લાંખી વાત કહી. ગર્વિતાની આંખમાં જળધારા વહેવા લાગી. એક સાક્માં ઉપર પડીને બિચારી ધણી વાર સુધી રાઈ. એ પોતાની ભૂલ અનુભવવા લાગી; પોતાની ત્રુટી એ હુમજી શકી. એને ઈચ્છા થઇ કે સ્વામીના ચરણમાં મસ્તક મૂકીને ખૂબ રાઉં, પેાતાની ભૂલ સ્વીકારૂં અને હેમની ક્ષમા માગી લેઉં. ‘ગૃહિણી’ સંપાદક વિશ્વશરણની સ્ત્રી હોવામાં હવે એણે સૈાભાગ્ય અને ગર્વના અનુભવ કર્યાં. લાવણ્યે ઝટ ઉઠીને ધડીયાળ જોયું, છે, છે, હજી વખત છે. આજે કાગળ લખીશ તે પંજાખ યાત્રાએ નીકળતાં પહેલાં એમને મ્હારી પત્ર મળશે. હજી વખત છે. એ જો અભયદાન કરે, તે હું સ્ટેશન ઉપર જઇને સ્વામીની ક્ષમા માગવા તૈયાર છું. લાવણ્યે યથેષ્ટ ક્ષેાભ અને વિનયપૂર્વક એક પ્રેમપૂર્ણ પત્ર લખ્યા એવા સરસ પત્ર ગમે તે પ્રેમી લખી ન શકે. અંતે પ્રેમપૂર્ણ રમણીની કલમનુંજ કામ. વ્હેણે એ પત્રના છેવટમાં લખ્યું ‘ મ્હારી નાદાની અને ઉત્કૃખ- લતાને લીધે આપના ઉપર પ્રેમ બતાવવામાં મ્હે' જે ત્રુટી રાખી છે, આપના પ્રેમ માટે મ્હે' જે સંદેહ આણ્યા છે, તે બધા દોષ મારા હૃદ યમાં હવે ધણા સાલે છે. આપ મ્હને ક્ષમા આપશે। તે હું તન મન ધનથી આપની સહધર્મણી તરીકેનું સત્રળુ કાર્ય કરીશ.’ પત્ર પૂરા થયા પછી, ગત જીવનના સૈાભાગ્ય સૂચક કેટલાંક સુકાઇ ગયેલાં અકુલ ફૂલ એ પત્રમાં ભા. પત્ર ટપાલમાં રવાના થયેા. લાવણ્યનું ચિત્ત હવે ઘણુંજ નિર્મળ હતું. હૈના હૃદયમાં પ્રેમને પ્રવાહ ઘણાજ જોરથી વહેતા હતા. સ્ફુવારે પતિદેવના ઉત્તર આવશે,