પૃષ્ઠ:Kathagutch.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
કથાગુચ્છ.


અસહ્ય થઈ પડ્યા. ધીમે રહીને કાંપતે હાથે પત્ર પાતાના હાથમાં લઇને ટેખલ આગળ આવીને દીવાના અજવાળામાં વાંચવા લાગી. N ‘ પ્રાણેશ્વરી ! ’ આ શું ? આ કાને પત્ર ! વિશ્વશરણે શું એ પ્રિય સંમેાધન ખીજાને માટે વાપર્યું છે? હૈના હૃદયમાં કાંઇનું કાંઇ થઈ જવા લાગ્યું. આગ્રહપૂર્વક તે આગળ વાંચવા લાગી.

હારી પત્ર વાંચીને ધણાજ આનંદ થયા. એણે મ્હને કેટલુ અધું આશ્વાસન આપ્યું; હું સદા હારાજ છું. મ્હારા પ્રેમ એ ને એવા અખંડ છે અને રહેશે. બકુલ પુષ્પની સુગધ જીવનના અન્તપર્યંત રહે છે, આપણા પ્રેમ પણ આપણા અન્નેના જીવનની છેલ્લી ઘડી સુધી રહેશે. હું હને ચાહું છું એ વાત તુ સ્હેમજી શકી નહિ હેાય એમ હું કહી શકતા નથી. હું પણ ત્યારે સ્થંભાવ જેટલે! પારખી શક્યા છું, તેટલા ઉપરથી કહી શકું છું કે મ્હારા ઉપર ત્હારી પ્રગાઢ ભક્તિ છે. એક ક્ષણભરને માટે ધુમ્મસ આવીને ભલે એને તિમિરગ્રસ્ત કરે, પણ એ તિમિર ઘણા વખત રહીજ ન શકે. આપણા ખન્નેને એકબીજા ઉપર એટલેા બધા વિશ્વાસ છે કે એકના વગરથી બીજાનું કામ ચાલી શકેજ નહિ. તું હમેશાં મ્હારીજ છે, અને હું સર્વદા હારાજ છું. મ્હારાથી કાંઇ અપરાધ થયા હોય તા ક્ષમા કરજે. ક્ષમા એ રમણીને ધર્મ છે. મનુષ્ય ડગલે ડગલે ભૂલ કરે છે. આશા છે કે એ વાત ધ્યાનમાં રાખીને તું મ્હને ક્ષમા આપીશ. હું આજ પંજાબ જાઉં છું. હજુ ધણું કામ કરવાનું બાકી છે. ગૃહિણીના લેખકેાને જવાબ આપવાનું હજી બાકી રહ્યું છે. એટલે આજે આટલેથીજ વિરમું. છું. હારા દેવતા. તા. ક. આપણા પ્રેમના અખંડ ખંધનના ચિત્ સ્વરૂપ બકુલ કૂલમાંથી ચેડાંક રાખીને ખાકીનાં ત્હારા ઉપર પાછાં માકલું છું, એજ.