પૃષ્ઠ:Kathan Saptashati.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પાડા લડે તાંહાં ઝાડનો ખો.
પાલે તેનો ધરમ અને મારે તેની તલવાર.
પીઠી ચોલે વરણ ન પલટે.
પીપલાને થડ પેસાબ કીધી. (ગુરૂની સ્ત્રીથી ખરાબ કામ)
પારકે મોહોડે પાંન ચાવવાં.
પાવઈંનેં પાંનો ન ચડે.
પારકે રોટાલે જાડી કોર.
પાડા પાડીનું કાંમ નહીં છાશની દોણી ભરવી.
પુરુશના કરમ આડું પાંદડું.
પુત્રનાં લક્ષણ પારણાંમાંથી જણાઅ.
પુનીઆની મા ગઊત્રાટ ઊજવી રહી.
પેટ કરાવે વેઠ.
પેહેરણામાં સઊ નાગા.
પેહેરવા પ્રથવી ને ઓઢવા આભ.
પેટ પેટ અઘરણી ન હોઅ.
પેંગડે પગ અનેં બ્રંમ ઊપદેશ.
પેટ ઊપર પોટલો.
પેટની પીડા માથું ન જાણે.
પોતાની માને કોઅ ડાકણ ન કહે.
પોથી માઅલાં રીંગણાં
પોપટ બોલવા શીખીને બંધીખાંને પડે.
ફરેતે ચરે.
ફાટલ લુઘડાં ને ગરીબ માબાપથી લજાવું નહીં.
ફુઈને મુછો હોઅતો કાકો કહેવાઅ.
ફુંક, માર ને ગહરકો એ ત્રણ જાતનાં વાંજાં.
ફુવડને ઘેર જોડ કમાડ ઊઘાડે કોણ ને અડકાવે કોણ.
બકરું કહાડતાં ઊંટીઊ પેઠું.
બગાસું ખાતાં સાકરનો ગાંગડો આવીઓ.
બલીઆના બે ભાગ.
બલતું ઘર કરશનાપણ
બઊ તાંતર બલીઊં.