પૃષ્ઠ:KaviDarshan.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૪૫
 

18 Sid refre યારામ : ૪૫ મહા પ્રવાસી હતા. કાશીમાં કાશી વિશ્વનાથની કૃપાથી તેને કવિતા સિદ્ધિ પ્રાપ્ત થઈ એમ કહેવાય છે, અને તેણે કાશીની લાવણૉ બનાવી જે તેનું પહેલું કાવ્ય ગણાય છે. એ હતા તા પુષ્ટિમાર્ગી, છતાં એનામાં અંધ ગુરુભક્તિ ન હતી. ગુસ્સે થઈને તેણે ગુરુની કંઠી પણ તેાડી નાખી. વળી કરનાળીના કેશવાનંદ મહારાજે તેને કૃષ્ણનો સાક્ષા- ત્કાર કરાવ્યા કહેવાય છે. પેટલાદ વાળા ઇચ્છારામ ભટજી સાથે પણ તેને ડાકારમાં મેળાપ થયા હતા. યારામ શરીરે બહુ દેખાવડા હતા અને સંગીત સારુ' જાણુતા હતા. વાઘમાં સિતારપણુ વગાડતા એમ કહેવાય છે. એમના શિષ્યમંડળમાં રણછેડ, ગિરજાશંકર, વસંતરામ તથા ઘેલાભાઈ વગેરે હતા. શિષ્યાઓ પણ દયારામને હતી; જેમાં રતનબાઈ નામની સેાનારણે કવિની છેલ્લી માંદગીમાં તેની અતિશય સેવા કરી હતી. દયારામ સરસ કપડાં પહેરતા અને એ યુગના છેલમાં તેમની ગણતરી થતી—જોકે તેમના પ્રત્યે ગુજરાતમાં ઘણે ભાગે ગુરુ- ભાવ હતા. હિંદુસ્તાનની તે સમયની બધી જ ભાષાઓમાં તેમણે કવિતા લખી છે. મૃત્યુ સમયે દયારામે પોતાનાં પુસ્તકા રણછોડ જોષીને આપેલાં, તેમનો તંબૂરા શિષ્ય વસંતરામને તથા પેાતાની છષ્મી રતનબાઈને આપ્યાં હતાં. વિધવા રતનબાઈ સાથેનો દયારામ- ના સબવ કર્વાયત વગેવાતા પણ ખરા. ચુન્નીબાઈ નામની એક સ્ત્રીભક્ત પણ દયારામનાં પટ્ટથી બહુ પ્રસન્ન હતી. પ્રભુ અને પ્રભુભક્ત સિવાય કાઈની તેમણે કવિતા લખી નથી. તે ભારે ઉદાર હતા. પરાજિત ખવૈયાની કુશળતા ઉપર પ્રસન્ન થઈ પાતાના ગળામાંની સેાનાની કડી તેમણે ભરમિજલસમાં ભેટ આપી દીધી હતી. કાઈના ખેાલાવ્યા તે જતા જ નહિં—ખાસ કરીને નિકા અને સત્તાધીશેને ત્યાં. પ્રાચીન ગુર્જર કવિતાની સમાપ્તિ દયારામના કડમાં એમના પછી નૂતન કાવ્ય અને સાહિત્યનો ઉદય. એ રંગીલા વિની કવિતા ઘેરઘેર, ગામેગામ, અને શેરીએ શેરીએ ગવાતી. હજી પણ નૂતન ગુજરાતને એની ગરીબીઓના ઢાળ અને ભાવ ઘણા ગમે છે. 9.