હતી. પરિસ્થિતિ પામી જતાં એના હૃદયના ધબકારા વધી ગયા એની નાડીમાં વહેતુ ખૂન જોરથી દોડવા લાગ્યું. એની આંખોના ડોળા ભયથી આમતેમ ચક્કરવક્કર થતા હતા.
‘હું છુ મંગળા ! તુલસી !’ તુલસીએ બીજો હાથ તેની કેડ પાછળ નાંખ્યો તે મજબૂતપણે તેની કાયાને પોતાની પાસે ખેંચવા માંડી ને કહેવા લાગ્યો, ‘ડરવાનું કારણ નથી તો ? આવા તોફાનમાં તને સપડાયેલી જોઈને મને તારી દયા આવી, બિચારી મંગળાને કાંઈક થાય તો ?’
મંગળા ભયથી થર થર કાંપતી હોવા છતાં જોતી હતી કે તુલસીના હાસ્યમાં લુચ્ચાઈ છે, ખંધાઈ છે.
‘મને કશું જ થવાનું નથી, છોડી દો મને તુલસીભાઈ !’ મંગળા કરૂણાભર્યા શબ્દોથી તુલસીને વીનવતી હતી. ગભરાટમાં કહેવા લાગી, ‘કોઈ જોઈ જશે તો ?’
‘તો શું?’ તુલસી બેપરવાઈથી જવાબ દેતો હતો ને પાસે જ ખેંચેલી મંગળાને પોતાના દેહ સાથે જ એ જ હાલતમાં દબાવી દેતા બોલ્યો. ‘સ્ત્રી-પુરુષની સાથે હોય એમાં અનર્થ શો છે એ તો કહે ?’
‘પણ સ્ત્રી માટે તો જીવવું ભારે થઈ પડે !’ તુલસીના પંજામાંથી છૂટવાનો ભારે પ્રયત્ન કરતી મંગળા બોલી ને આંખોમાંથી આંસુ વહાવતાં કરગરવા લાગી ‘તુલસીભાંઈ! મેં તમારું શું બગાડ્યું છે તે તમે મને આમ હેરાન કરો છો ?’ ને બોલી, ‘હું તમારા પગે પડું છું મને જવા દો, હમણાં પેલીઓ આવતી હશે.’
ને આકુળવ્યાકુળ બનીને તેણે ચોપાસ નજર નાંખી. તેની સખીઓ આ તમાસો જોઈ તો ગઈ નથી ને ! એની તેણે ખાત્રી કરી લીધી ને કોઈ આવ્યું જ નથી એવી પ્રતીતિ થતાં સંતોષપૂર્વક તેણે તુલસીના હૈયાને કરુણાભર્યા શબ્દો દ્વારા સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો.