લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાળજાનો ઘા
૧૩૯
 


‘તે હું જઈને શું કરવાની હતી ?’ અત્યાર સુધી મૂંગી રહેલી રૂખી પણ બોલી ઊઠી ઉમેર્યું : ‘મારે પ્રસાદનું પણ શું કામ છે ?’

‘કાં વહુ !’ માસ્તરને રૂખીના શબ્દો સ્પષ્ટપણે સમજાતા ન હતા એટલે સ્પષ્ટતા કરવા પૂછ્યું.

રૂખીએ સ્પષ્ટતા કરતાં કહ્યું. ‘તમારા દીકરાની તમને જો પડી નથી તો મારે કયા સાત ભવ કાઢવા છે? એ જશે આમ તો હું જઈશ, મારા બાપને ત્યાં રોટલા તો મળી રહેશે.’

બીજો સમય હોત તો કદાચ માસ્તરે તેનો જવાબ આપ્યો હોત પણ અત્યારે એ સમય ન હતો. રૂખી જે કાંઈ કહેતી તે તેનો અવિકાર છે એમ તેઓ સમજતા હતા. શિવ આવો અક્કરમી પાક્યો ને રૂખીના જીવતરને બાળી મૂક્યું એનો તેમને અજંપો પણ હતો. એટલે તેઓ શાંત રહ્યા. ન બોલ્યા કે ન પ્રતિકાર કર્યો.

‘ના માસ્તર તમે પણ આવો જ !’ મુખીએ આગ્રહ કર્યો ને તેમનો હાથ પકડીને ઊભા કરતાં કહ્યું ‘ચાલો ઊભા થાવ! દુઃખ તો માણસને માથે પડે છે માસ્તર ! એમ તે કાંઈ હારી જવાતું હશે ?’ માસ્તર ઊભા થયા, એટલે દીવાલ પરની ખીંટી પરથી માસ્તરની ટોપી લઈ માસ્તરને માથે હાથ મૂકતાં કહ્યું લે ચાલો હવે ! ‘ને અંદરના ભાગ તરફ દૃષ્ટિ નાંખતા રૂખીને કહ્યું તમે પણ ચાલો ! મળી તો લો પછી એનો ઉપાય થઈ રહેશે.’

આભમાંથી અંધારા વરસતા હતા, રસ્તાઓમાં શૂનકાર છવાયો હતો ત્યારે માસ્તરને દોરીને મુખી પોલીસ ચોકી તરફ જઈ રહ્યા હતા, એમની પાછળ કાખમાં પ્રસાદને બેસાડીને રૂખી ચાલતી હતી.

તળાવના કાંઠે ગામની ભાગોળે પોલીસ થાણું આવેલું હતું. નાનકડા ગામમાં પોલીસ અને જમાદારો પણ ગામનો જ એક ભાગ