વચન આપ્યું હતું તે ભૂલી ગયા ? તમે કહ્યું હતું કે મંગળાની ચિંતા ન કરશો એ હવે મારે ગળે !’
‘હા પણ.’
‘તો હવે મંગળાના હાથની વરમાળા તમારા ગળામાં પડવા દો !’
‘ભાભી ?’ પંડ્યા માસ્તર જીવન હારી બેઠા હોય એમ બોલતા હતા. ‘તમારી વાત મને મંજૂર નથી ! મને સમજાતું નથી કે તમને આવું ઘેલું ક્યાંથી લાગ્યું? હાથે કરીને દીકરીનો ભવ બાળો છો ને મને પણ જગતમાં મોં દેખાડવા રહેવા દેવો નથી ?’
‘માસ્તર ! દીકરીનો ભવ તો બળી ગયો છે કે દિનો ! માટે તો આ અનર્થ કરવા બેઠી છું.’ અને જીવકોરે પોતાના હૈયાની કોર ઉપાડી.
ને કહ્યું, માસ્તર તમે જે કહો છો તે હું નથી સમજતી એમ તો નથી ને? સમજુ છું છતાં હાથે કરીને અનર્થ કરવા બેઠી છું. કારણ કે દીકરીને લઈને વખ ઘોળવા ગમતા નથી પણ જો તમે ના પાડશો તો એ છેલ્લો રસ્તો તો છે જ ને ?’
‘પણ વખ શા માટે ઘોળવાં પડે છે એ તો કહો ?’ માસ્તરે ઠપકાભરી નજરે પૂછ્યું ને શિખામણ દેતાં કહેવા લાગ્યા, ‘દીકરી તમારા ઘરમાં છે, તમારી છત્રછાયા હેઠળ છે પછી ખોટી ચિંંતા કરીને એની જિંદગી બાળવી તેનો અર્થ શો છે?’
અને છેલ્લે ઉમેર્યું, ‘ભગવાન રાજી રહે તેમ કરો ભાભી ! આ ભવે તો જુવાન વયે વૈધવ્ય આવ્યું. તો વળી આવો અનર્થ કરીને આવતો ભવ વળી કેવો જશે?’
‘સમજું છું માસ્તર, સમજુ છું !’
‘છતાં તમે સમજતાં નથી.’
‘માસ્તર !’ સહસા જીવકોર રાડ પાડી ઊઠી, ને બોલી, ‘મારી