પર લગાવેલી કુવેચે ઉપદ્રવ મચાવવા માંડ્યો હતો. અંગ્રેજી સાહેબ નિંંદર કરવાના બદલે પગે ખણવા લાગ્યા ને જેમ જેમ ખણતા ગયા તેમ તેમ આખા શરીરે એવો તો ભારે ઊપાડો લીધો તે પોતે વિદ્યાર્થીઓ સમક્ષ ઊભા છે એ વાતનું ભાન પણ ભૂલી ગયા ને વસ્ત્રો ઊતારીને જોર જોરથી ખણવા લાગ્યા. આ દૃશ્ય જોઈને વિદ્યાર્થીઓ પણ હસવા લાગ્યા ને વખત જતાં વર્ગમાંથી વિદ્યાર્થીઓ બહાર નીકળીને બીજા વિદ્યાર્થીઓને અંગ્રેજી સાહેબના આ તમાશાને જોવા તેડી લાવ્યા તે પછી તો અંગ્રેજી સાહેબનો હુરિયો પણ બોલાવવા લાગ્યા.
આમ એકાએક હોબાળો થતાં હેડમાસ્તરનું ધ્યાન ગયું અને તેમણે જોયું તો અંગ્રેજી સાહેબ દેહ પરનાં વસ્ત્રો ઉતારીને બે હાથે આમથી તેમ ખણતા હતા, કૂદતા હતા ને અંગ્રેજીમાં કાંઈક બોલતા ને પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા હતા.
હેડમાસ્તરને ઉપસ્થિત થયેલા જોઈને અંગ્રેજી સાહેબ તેમના તરફ ઘૂરક્યા ‘આ ગામડામાં બધા જંગલી જ વસતા લાગે છે.’
હેડમાસ્તરને તત્કાળ ગુસ્સો કરવો પરવડે તેમ ન હતું. તેમણે પરિસ્થિતિ સમજી લીધી ને અંગ્રેજી સાહેબને કુવેચના પાપમાંથી મૂક્ત કરવા બે વિદ્યાર્થીઓ સાથે તળાવે મોકલતાં એમના શબ્દોનો જવાબ આપતાં વળતો ઘા કર્યો. ‘અત્યારે તો તમે આ બે વિદ્યાર્થીઓ કહે તેમ કરજો, પણ આ ગામડામાં જંગલી જાનવર આવી ચઢ્યું છે ને કેવો ઉત્પાત મચાવે છે એ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ !’
બીજા દિવસે હેડમાસ્તરે આ ઉત્પાત માટે જવાબદાર કોણ છે તેની શોધ હાથ ધરી અંગ્રેજી સાહેબના વર્તન–મિજાજ અને તુમાખી સામે હેડમાસ્તરને રોષ હતો પણ વિદ્યાર્થીઓમાં આવા પ્રકારની સ્વચ્છંદતા વ્યાપી રહે તે સહન કરવા પણ તેઓ તૈયાર નહતા એટલે તેમણે ખાનગી રાહે જવાબદાર વિદ્યાર્થીનું નામ પ્રાપ્ત કર્યું અને બપોરે તુલસીને પોતાની પાસે બોલાવીને નેતરની સોટીથી