કપાતર
કારાવાસમાંથી છૂટીને શિવ ગામમાં આવ્યો ત્યારે તેની સમક્ષ સૌથી પહેલો પ્રશ્ન પોતાની પત્ની રૂખીએ પોલીસ ચોકીમાં તેના પૌરૂષેયનું જે અપમાન કર્યું હતું તેનો બદલો લેવાનો હતો અને ગામમાં પેસતાં જ તુલસી તેને ભેટી ગયો. આગ્રહ કરીને તેને પોતાના ખેતરે લઈ ગયો અને ત્યાં તેણે તેના પિતા માસ્તર વિરુદ્ધ જે વાતો કહી, મંગળા સાથેના લગ્નની હકીકત જણાવી ત્યારે એના રોમે રોમ ખડા થઈ ગયા. રૂખીને જવાબ આપવાની કારાવાસ દરમ્યાન મનમાં જે પ્રબળ ઝંખના તેણે કરી હતી તે, ઝંખના તુલસીએ આપેલી માહિતી પછી માસ્તર પ્રત્યે ઢળી. પોતાનો પિતા પોતાના હક્કને નુકશાન કરવા જ આ બધું કરી રહ્યો છે એવી જે રજુઆત તુલસીએ તેની સમક્ષ કરી હતી એથી એનો રોષ ભભૂકી ઊઠ્યો હતો.
તુલસીએ કહ્યું હતું, ‘શિવ ! તારા પિતાને પહેલાં તો હું સાધુ પુરુષ માનતો હતો અને તાપીશંકરની મંગળા તારી પત્ની વિદાય થતાં એમને ત્યાં અવારનવાર જતી હતી ત્યારે અમને સૌને એમાં કશું જ અજુગતું લાગતું ન હતું. અમને તો તારી બૈરીનો જ વાંક લાગતો હતો. નાનકડા પ્રસાદને મૂકીને તે ચાલી ગઈ એ ઠીક કર્યું ન કહેવાય એમ અમે માનતા હતા. પણ મંગળાને જ્યારે તારા પિતાએ ફસાવી અને પછી એની સાથે જ લગ્ન કરવાની ફરજ પાડી ત્યારે જ અમને