લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આશ્ચર્યની અવધિ
૨૩૭
 

ને તેણે સત્તાવાહી સ્વરે પૂછ્યું ‘માસ્તર તારી પાસે મંગળાના ભાવિ માટે રક્ષણ માંગવા આવ્યા ત્યારે તેં તેની અવગણના કેમ કરી ? તું એમ ઈચ્છે છે કે મંગળા માસ્તરના અવસાન પછી રસ્તાની રખડતી ભિખારણ બને ? કે પછી તારા જેવા લંપટ જુવાનોની વાસના સંતોષવાનું રમકડું બને ? અને તું એની બેહાલી પર હસતો રહે ?’

‘કાયર, જવાબ તો દે? મૂંગો કેમ છે ?’ એ અવાજ તુલસીની સ્વસ્થતાને ખળભળાવી રહ્યો હતો. એના સમસ્ત ચિત્તતંત્રને પણ હલાવી દીધું હતું. તેનો મનોવ્યાપાર, આ એક જ પ્રશ્ન પર કેન્દ્રિત થઈ ગયો હતો. ત્યારે પેલો અવાજ કહેતો હતો ‘ભૂલ કરવી એ માનવ જાતીનું લક્ષણ છે અને ભૂલનો પ્રસ્તાવો કરવો એ માનવતા છે પણ ભૂલનો જાહેરમાં સ્વીકાર કરવો, અને ફરીથી એવી ભૂલ ન થાય તેની કાળજી રાખવી એ માનવતાની ઉત્તમ ભેટ છે. તેં ભૂલ કરી પણ એ ભૂલની ભોગ બનેલી મંગળાના જીવનને બચાવી લેવાનો પણ તારો ધર્મ છે, કહે એ ધર્મ તું બજાવવા માંગે છે કે નહિ ?’

તુલસીની આંખો સમક્ષ કરુણામૂર્તિ મંગળાની પ્રતિમા ખડી થઈ, એની આંખોમાં ભારોભાર વિષાદ છવાયો હતો. એના દેહને જાણે કોઈ ભૂતાવળ ભરખી જવા માંગતી હતી. એના લાંબા કેશની લટો આમથી તેમ ઉડતી હતી. અને ભાલ પ્રદેશ પર ઉડતી લટ, જાણે નિસાસા નાખતી હતી. એક વખતની યૌવનમૂર્તિ, વિકસીત કળી શી મંગળા, અને ક્યાં આજની મંગળા ? શ્રમિત થયા છતાં જીવનનો પંથ કાપવા હળવે હળવે પગલાં માંડતી મંગળા અને ક્યાં એક વખતની ગુલબદન, ઉડતાં પંખી શી તરવરાટ કરતી મંગળા?’

એનો આત્મા પૂછતો હતો. ‘જોઈ આ મંગળા ? જીવનનું હીર નીચોવાઈ ગયું છે, આંખોના ઓજસ કરમાઈ ગયા છે, હોઠ પરનું