વાત કહી છે ત્યારથી તુલસી ઊંડાણમાં ઊતરી જાય છે એ કાંઈ એનાથી અજાણ ન હતું એટલે તો ક્યારેક એના મનને પણ શંકા થતી કે, ‘તુલસી શા માટે ચિંતા કરે ? અને એને ને મંગળાને શું ?’ અને મંગળાનો વિચાર આવતાં જ તેની સમક્ષ ભૂતકાળ ઊભો થયો. તુલસીના હઠાગ્રહને વશ થઈને જ તેણે જીવકોર પાસે મંગળાનું માંગુ કર્યુંં હતું. પણ ત્યારે જીવકોર મોં ધોવા ગઈ અને પરિણામે મંગળાનું આયખું બગડી ગયું.
‘જીવકોરે પોતાની વાત માની લીધી હોત તો ?’ ઝવેર પણ પાછી વિચારવા લાગી :
‘તો મંગળા સુખી હોત, અને માસ્તરને પણ મરવાની વેળાએ આવો ફજેતો થયો ન હોત !’ પોતે જ પોતાના પ્રશ્નનો જવાબ આપ્યો ને વળી પાછી મંગળાની હાલત વિષે વિચારે ચઢી. એના મનને કોણ જાણે કેમ પણ એવી શંકા પેદા થઈ હતી કે જીવકોરે રાતોરાત માસ્તરના ગળે મંગળાને વળગાડી દીધી તેનું કાંઈ કારણ ઊંડું હોવું જોઈએ; અને કદાચ મંગળાનો પગ લપસી પડ્યો હોય.
કેવી કલ્પના હતી ? અપરિણીત યુવતી વિષે આવી અમંગળ કલ્પના કરવાનું પણ સરળ નથી. પણ જ્યારે મંગળા જેવી યૌવન સભર આશાભરી યુવતીને રાતોરાત તેના પિતા જેવા ૫ંડ્યા માસ્તરને પરણાવી દેવામાં આવી ત્યારે કાંઈક હશે જ ને ?’ માત્ર ઝવેરને શા માટે ગામના સૌ કોઈને એવી શંકા થાય તે સ્વાભાવિક હતું અને ઝવેરે મનમાં ગાંઠ વાળી દીધી, સ્વગત બબડી પણ ખરી, ‘હા, એમ જ હશે?’
અને ખાટલામાં પડ્યા પડ્યા પડખું ફેરવતાં આ કલ્પનાઓના પ્રવાહને થંભાવી દેવા તેણે મોટા સ્વરે ભગવાનનું નામ સ્મરણ કર્યું. ‘એ પ્રભુ ! તું દયાળુ છે !’
પણ પડખું ફેરવતાં જ માસ્તરની મૂર્તિ તેની સમક્ષ ઉપસ્થિત