લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૧૯
મારો રોયો

⁠મંગળાનો પ્રસૂતિ કાળ નજદીકમાં આવી રહ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી તેની તબિયત બગડી ગઈ હતી. આખો દિવસ પ્રસાદ એના ખાટલા પાસે બેસીને, મંગળાની વેદના સામે મૂક ભાવે જોતો હતો.

⁠ક્યારેક પૂછતો, ‘મંગળા તું કેમ બોલતી નથી ? મારાથી રિસાઈ ગઈ છું ?'

⁠પ્રસાદની પ્રેમભરી વાણીમાં ઓશિયાળાપણાનું દર્દ હતું. એ દર્દ મંગળાના હૈયાના ચૂરેચૂરા કરી નાંખતુ હતું. દુઃખથી પીડાતી હોવા છતાં તે પોતાનો દુબળો હાથ લંબાવીને પ્રસાદને માથે મૂકતી અને કહેતી, ‘ના બેટા ! તારાથી રિસાઉં શા માટે? તું કેવો ડાહ્યો છે પણ મને દુ:ખ થાય છે!'

⁠‘તને શું થાય છે?' પ્રસાદ પૂછતો, અજ્ઞાત બાળકને મંગળાની માંદગી વિષે ખ્યાલ ક્યાંથી હોય !

⁠‘પ્રસાદ..' મંગળા મમતાભર્યો હાથ પ્રસાદને માથે ફેરવતાં મોં મલકાવી હળવેથી કહેતી, ‘તારો ભાઈ આવવાનો છે ને એટલે.'