મન ના પાડતું હતું તો બીજી બાજુ માસ્તરના અવસાન પછી તુલસીનું વલણ જે બદલાઈ રહ્યું છે અને જાહેરમાં પોતાની ભૂલનો એકરાર કરીને પોતાને પાંખમાં લેવા તૈયાર થયો છે એ જોતાં વાત જાહેર થાય તો વાંધો નથી એવી લાગણીઓ પણ એના મનમાં ઉછાળા મારતી હતી, પણ આ ઘર્ષણ વચ્ચે માસ્તરની મુખાકૃતિ તેની નજર સમક્ષ હંમેશા ઉપસ્થિત થતી હતી. માસ્તર એના મનની દુર્બળતાને ખંખેરી નાંખવા જાણે પ્રેરણા દેતા હતા. ‘શા માટે હવે ભૂતકાળને સજીવન કરવા ને જીવનમાં નવા કલહો ઊભા કરવા ? તેં વેઠ્યું છે. મેં પણ વેઠ્યું છે, હવે શું બાકી રહ્યું છે વેઠવાનું ? જોજે ભૂલ કરીને તુલસીની વાતોમાં આવતી. '
અને ડગુમગુ થતું તેનું મન પુનઃ સ્વસ્થ થતું, મનમાં જ નિર્ણય લેતી ‘ના, કાળાંતરે પણ હવે ભૂતકાળને સજીવન થવા દેવો નથી. તુલસી ગમે તેટલો તૈયાર હોય તો પણ મારે હવે જીવનમાં અંગારા વેરવા નથી.'
ફરીને ઝવેરે પ્રેમાળ શબ્દોમાં કહ્યું, ‘મંગળા, કોઈકને તો પોતાના આપ્તજન ગણીને તેની સમક્ષ દિલની વ્યથા વ્યક્ત કરવી જોઈએ, મનમાં ને મનમાં મૂંઝાઈ મરવાથી કાંઈ માર્ગ મળી શકતો નથી, હોંકે મારી દીકરી ?'
ઝવેરના શબ્દમાં હેત ઉભરાતું, જે શબ્દો તે પોતાની માતા પાસેથી વારંવાર સાંભળતી એ શબ્દો અત્યારે ઝવેર પાસેથી તેને વારં વાર સાંભળવા મળતા હતા અને એના મનને આનંદ થતો હતો.
‘આપ્તજનને તો બધું જ કહી દીધું. કાકી !' ને મંગળાએ મોં ખોલ્યું ને ઝવેરના ખેાળામાં જ માથું મૂકી, પડખું ફેરવતાં બોલી ‘કાકી ! માસ્તર સમક્ષ અક્ષરસઃ મેં કહી દીધું હતું અને તેમના જીવનમાં મારા કારણે ઊઠેલા ઝંઝાવાતથી હું એક દિવસ માસ્તરનું ઘર છોડવા તૈયાર થઈ હતી, મને પણ કુવા તળાવમાં પડીને જિંદગીનો