લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
ખાખનાં પોયણાં
 

અને તેનું મોં જોયું અને જાણે વીંછીએ ઝાટકો માર્યો હોય એમ તે ચમકી ઊઠી, ને બોલી, ‘મારો રોયો તુલસી !'

‘તુલસી !' ખાટલામાં પડેલી મંગળાના કાને ઝવેરના શબ્દો અથડાયા ને સ્વગત બબડી :‘હાસ્તો ! દીકરો તો બાપનો જ ચહેરો મહોરો લઈને આવે છે ને?'

ને તેણે ઝવેરના શબ્દો સાંભળ્યા જ નથી, એમ પડખું ફેરવી લીધું. પણ નવજાત શિશુએ ઝવેરના મનમાં શંકાનો કીડો સળવળતો કરી દીધો હતો.