લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વખના ઘૂંટડા
૨૧
 

તને ક્યાં પોતાની અર્ધાંગ્ના તરીકે સ્વીકારી છે? જા, ઊભી થા ! માસ્તર સ્વસ્થ થાય તે પહેલાં આ ઘર છોડી જા !’

‘પણ ક્યાં જાઉં ?’ બીજો તરંગ પૂછતો હતો ‘પરણેલી નારી પોતાનું ઘર છોડીને ક્યાં જવાની હતી ?’

‘તું પરણેલી છું ?’ પહેલો તરંગ એની મજાક કરતો હતો. મંગળાની સામે જ સદેહે જાણે તરંગ ઊભો હતો અને મંગળા પ્રત્યે તિરસ્કાર દાખવતો હોય એમ બોલતો હતો, પૂછતા હતો ‘તું પરણેલી છું કોને ? આ દેવ પુરુષને ?’

‘મારો હાથ તો એમના હાથમાં મારી માતાએ મૂક્યો જ છે ને?’ ડરતાં ડરતાં મંગળા જવાબ દેતી હતી.

‘પાગલ થઈ છે તું ? એ તે કાંઈ લગ્ન કહેવાય ? કોની સાક્ષીએ તમારા લગ્ન થયા એ તો કહે?’ ને બોલનારની તિરસ્કારની માત્રા એકદમ વધી ગઈ. કહેવા લાગ્યો, ‘તારી માએ ખેલ કર્યો હતો ખેલ !’

ને સત્તાવાહી સ્વરે તેણે કહ્યું,‘આ માસ્તરને જીવવા જેવો રહેવા દેવો હોય તો ભલી થઈને પાછી ફર! તારી માતા પાસે જા અને કોઈક જુવાનને શોધીને તેનું ઘર માંડ તો તું પણ સુખી થઈશ.’

‘પણ શી રીતે જાઉં ? આ કાયા તો અભડાઈ ચૂકી છે, પછી−’

‘હત્ તારીની ! તો તું આ માસ્તરના ગળે પડીને તારા પાપને છુપાવવા માંગે છે એમજ ને ?’ પેલાએ વક્ર દૃષ્ટિ કરતાં પ્રશ્ન કર્યો ને ઉમેર્યું, ‘કલંકીની ? તારુ કલંક તું માસ્તરની આડમાં છુપાવવા માંગે છે કેમ ?’ ઉશ્કેરાટમાં આવીને તેણે કહ્યું, ‘ચાલ નીકળ અહીં થી ?’

મંગળા ગભરાઈ ગઈ હતી. કલ્પનાતીત ભયથી તેની કાયા ધ્રુજતી હતી. એનું મોં જાણે સિવાઈ ગયું હતું. પોતાના પાપને વિષે તે મૂંગી રહીને માસ્તરને છેતરવાનો તે પ્રયત્ન કરી રહી છે એમ તેને