લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાત ચગડોળે ચઢી
૨૯૯
 

હળવેથી કહ્યું, ને મંગળાને શિખામણ દેતી હોય એમ કહેવા લાગી ‘હવે તારાના પૂરતી કાળજીથી જતન કરજે ને આંધળાની લાકડી જેવો છે.'

મંગળા આવા વચનો સાંભળવા ટેવાઈ ન હતી, એને મન તો પ્રસાદ પોતાનો જ હતો. હૈયાના હીર તેણે પ્રસાદને આપ્યા હતા અને માસ્તરે પણ પ્રસાદને જે વિશ્વાસપૂર્વક પોતાને સોંપ્યો હતો તે જોતાં પોતાની પ્રસાદ પ્રત્યે વિશેષ ફરજ છે, એ વાત મંગળાના મનમાં એટલી દૃઢતાપૂર્વક અંકિત થઈ ચૂકી હતી કે તેના દિલમાં પોતાના અને પારકાનો કોઈ ભાવ જ પેદા થતો ન હતો.

પણ મંગળાના પડખામાં આંખ મીંચીને પડેલ નવજાત શિશુને નિહાળતાં જ એ બાઈઓ બોલી ઊઠી, ‘જાણે તુલસી જ જોઈ લેા’ અને એ શબ્દોએ ઝવેરના મનની શાંતિનો ભંગ કર્યો, તે ઉતાવળે કાંઈ બોલવા જતી હતી પણ તે પહેલાં તે હરખાકાકી બોલી ઊઠ્યાં.

તેમણે કહ્યું, ‘છેલ્લા દિવસેામાં તો ઝવેરનો જ આશરો હતો ને મંગળાને ? એટલે એમ જ થાય !'

‘હાય !' હરખાકાકીના શબ્દોએ ઝવેરના દિલ અને દિમાગને શાંત પાડ્યું. કલાકો થયા એના મનમાં મથામણ પેદા કરતાં જે પ્રશ્ન ઉદ્દભવ્યો હતો, તેનો જવાબ હરખાકાકીએ કેવો શોધી દીધો એના મનનો ઉદ્વેગ દૂર થયો અને શાંતિથી એના મન પર પ્રસન્નતા છવાઈ રહી.

ત્યારે હરખાકાકી ઝવેરને કહી રહ્યા હતા. ‘ભગવાન તારું ભલું કરશે ઝવેર ! તેં મંગળાને સગી માના ઓરતા આવવા દીધા નથી, તું ન હોત તો બિચારીનુ શું થાત ?’

‘શું થાત વળી ?' ઝવેર જ બધા માનની અધિકારણી ઠરે છે એ જોતા પાડોશની નારી ચમકી ઊઠી, તેણે પ્રતિકાર કર્યો ને કહ્યું