લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
ખાખનાં પોયણાં
 

‘કોઈના રખડી પડ્યા છે તે, મંગળાના રખડી પડત ? એવી શી વાત કરો છો! હરખાકાકી! અમને પણ જીવકોરની શરમ આવે છે હોં કે?'

હરખાકાકી સમય વર્તી જવામાં પાવરધા હતા. મંગળાના મનને ઉદ્વેગ થાય એવું પોતે ભૂલમાં પણ કરવા માંગતા ન હતા. એટલે તેમણે વાતને વાળી લીધી કહ્યું: ‘તમને જીવકોરની શરમ ન આવે તો કોને આવે બા ? પણ ઝવેરે મંગળાની કાળજી લીધી એ વાત કાંઈ ભુલાય તેવી છે?'

‘લેજને !' હરખાકાકીએ વાતને વાળી લેવાનો પ્રયાસ કર્યો પણ પેલી બાઈ એમના પ્રયાસને નિષ્ફળ બનાવવા જ માંગતી હોય એમ બોલી રહી હતી, ઘણા દિવસોનો મનમાં જમા થયેલો મેલ તે અત્યારે જ બહાર કાઢવા માંગતી હોય એમ તેના ચેનચાળા જણાતા હતા.

તેણે કહ્યું, ‘પથરો પગ પર પડ્યો હોય તે ઉઠાવવો જ જોઈએ ને હરખાકાકી ? ’

આ શબ્દો સાંભળતાં જ ઝવેરના મનની શાંતિનો ભંગ થયો. આવી વાત કહેનારની જીભ તોડી નાંખવાની શક્તિ ઝવેરમાં હતી જ, ફળિયાના બધા લોકો એ જાણતા હતા અને ઝવેર સામે જ્યારે ને ત્યારે મોરચો બાંધવાની હોડ પણ આ બાઈ જ કરતી હતી, એ પણ બધા જાણતા હતા એટલે શાંત રહેલી બીજી સ્ત્રીઓ વચ્ચે જ પડી અને હરખાકાકીને કહ્યું, ‘તમે કોઈ ના બોલશો મા ! '

ને ઝવેરને પણ જવાબ આપતાં વાળતી હાય તેમ બોલી ‘તો તમે પણ ન બોલશો, મંગળાના માથા પર આવો કજીયો ન થાય મારી બા ! ભગવાન હેમખેમ અને ખાટલામાંથી ઉઠાડશે, મારા બાપ !’

અને સૌ વિખરાયા. જ્યાં ઘડી પહેલાં કોલાહલ મચી રહ્યો