લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦
ખાખનાં પોયણાં
 

કરેલું બારણું ઉઘાડી નાંખ્યુ ને મંગળાની દૃષ્ટિ બંધનમાં જકડાયેલા શિવ પર પડી અને તે પણ ચમકી ઊઠી ‘શિવ તું ?’ શરીરે અશક્તિ એટલી બધી હતી કે તે ખાટલામાં પણ માંડ માંડ બેસી શકતી હતી એટલે ઉભા થઈને શિવ પાસે જવાની તેનામાં હામ ન હતી. માંડ માંડ પ્રયત્નપૂર્વક ખાટલામાં બેઠી બેઠી મંગળા બોલી. એનો સાદ ફાટી ગયો હતો. ભગવાન જાણે એની આકરી કસોટી કરવા માંગતો હતો.

પ્રત્યુત્તરમાં શિવે જમીન સાથે માથું ઝુકાવી દીધું. અનુત્તર રહ્યો.

તુલસીએ સાથેના જમાદારે પૂછ્યું ‘શું કર્યું છે શિવે તે એને તમે પકડીને અહીં લાવ્યા છો ?’

‘ખૂન કર્યું છે.’ જમાદારે જવાબ દીધો અને કહ્યું, ‘તેની માંગણીથી તેને અહીં લાવ્યા છીએ. તેણે માંગણી કરી કે હવે છેલ્લીવાર તે પોતાના દીકરાનું મોં જોઈ લેવા માંગે છે.’

‘ખૂન?’ તુલસી અને મંગળા બંને જમાદારની વાત સાંભળતા ચોંકી ઉઠ્યા. બન્નેના મોંમાંથી એક સાથે જ પ્રશ્ન સરી પડ્યો.

‘હા એની પોતાની ઓરતનું!’ જમાદારે કહ્યું.

તુલસીએ શિવને પૂછ્યું ‘શિવ તેં આ શું કર્યુંં? રૂખીનું તે ખૂન કર્યુંં? શા માટે?’

‘મેં જે કર્યું તે બરાબર કર્યુંં છે.’ તુલસીને શિવે જવાબ દીધો. પણ મંગળા સામે નજર માંડી શકતો ન હતો. ‘તુલસી મારા સ્થાને તું હોત કે બીજો કોઈ જવાન હોત તો, તેણે પણ આમ જ કર્યું હોત મને એનો કશો જ અફસોસ નથી.’

‘તો અહીં શા માટે આવ્યો ? લોકોને જણાવવા કે પંડ્યા માસ્તરના કુલાંગારના કેવા પરાક્રમો છે તે લોકો નજરે જુએ ?’ મંગળા ક્રોધથી કાંપતી હતી. તેણે શિવ સામે રોષભરી નજર નાંખતાં