લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૨
ખાખનાં પોયણાં
 

તુલસી પાસે દલીલો હશે, પણ એ દલીલો જીવ્હા પર લાવવાનું તેનામાં સામર્થ્ય ન હતું. મંગળાની ઈચ્છા પૂર્ણ કરવાનો જ જાણે પોતાનો ધર્મ હોય એમ, એક શબ્દ પણ બોલ્યા વિના તે મૂંગો મૂંગો ચાલતો થયો.

અને તેણે આંબાવાડિયાનો સોદો કરી નાખ્યો.

જ્યારે લલ્લુકાકાએ આંબાવાડિયાનો સોદો થયાની વાત જાણી ત્યારે તેમણે વૃદ્ધાવસ્થામાં મંગળા પાસે આવીને આંસુના સાગર વહાવતાં કહ્યું, ‘બેટા ! આજે પાછલી વયે મારો જુવાન દીકરો જાણે ફાટી પડ્યો ! તેં આ શો ગજબ કર્યો? માસ્તરે પ્રેમથી મને આંબાવાડિયાની ભાળવણી કરી હતી, અને મેં એને પેટના દીકરાની જેમ જાળવ્યું હતું. અમારા બંને માટે એ જીવનનો વિસામો હતો. અમારા બંનેના કુટુંબો એના સહારે કિલ્લોલતાં હતાં, આજે તેં મને જીવતાં મારી નાંખ્યો છે.’

અને મોટેથી ડૂસકા ભરતા તેઓ કહેવા લાગ્યા, ‘મંગળા ! તેં આંબાવાડિયાને વેચી દઈને માસ્તરના આત્માને દુભાવ્યો છે. એ આંબાવાડિયું જોતાંને માસ્તરનો આંખો કેવી તૃપ્તિ અનુભવતી હતી એ તો હું જાણું છું! મને ક્યારેક કહેતા પણ ખરા, લલ્લુભાઈ આ આંબાવાડિયું જ્યાં સુધી મારે ઘેર રહેશે ત્યાં સુધી દુઃખનો તાપ મારા પર પડવાનો નથી.’

ને હું કહેતો ‘માસ્તર તમે સાચું કહો છો. આંબાવાડિયું તમારી પેઢીઓ સુધી સુખચેન પાથરશે, પણ હાયરે નસીબ, મંગળા ! આજે તેં ગજબ કર્યો?’

લલ્લુકાકાનું રુદન અને તેમના કારુણ્યથી છલકાતા શબ્દો બંને મંગળાનાં હૈયાને વિંધી રહ્યા હતા. પોતાને પણ હવે જ ખ્યાલ આવ્યો કે આંબાવાડિયાને વેચી દેવામાં પોતે કાંઈક ગંભીર ભૂલ કરી બેઠી