લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તર્પણ કરું છું
૩૩૯
 

બની ગયા. એણે કહ્યું, ‘કાકી ! આ તો હું માસ્તરનું તર્પણ કરું છું. શિવ માસ્તરનો દીકરો છે, અને એમના દીકરાની સાર સંભાળ લેવી એ મારો ધર્મ છે. એ ધર્મ હું અદા કરું છું, તમારા આશીર્વાદ હશે તો, ભગવાન મારી સામે જોશે ને દયા કરશે. શિવને મુક્ત કરાવીને મને હસતી રાખશે.’

વિશેષ તે બોલી શકી નહિ, અને તુલસીને આવજે એમ કહ્યા વિના જ તે ઘરમાં પેસી ગઈ.

ને તુલસીએ શહેરની વાટ પકડી.