લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૦
ખાખનાં પોયણાં
 

તેમ તાડકાસૂરની ગર્જના અને હાકોટા વધવા લાગ્યા. વન આખું ધ્રુજી ઊઠ્યું હતું. પણ રામના હૈયામાં અપાર હિંમત હતી. એટલે તાડકાસુરે રામને છોડીને લક્ષ્મણ પર પહાડોની મોટા મોટા તોતીંગ ઝાડોની વર્ષા શરૂ કરી. લક્ષ્મણે પણ બાણ છોડવા માંડ્યા. પણ લક્ષ્મણ પર આવતા પહાડો અને ઝાડો ભગવાન રામના બાણ ભાંગી નાંખતા હતા.

‘અને છેવટે ભગવાન રામના બાણથી તાડકાસૂર વીંધાયો. જાણે મોટો પહાડ તૂટી પડતાં ધરા ધ્રુજે તેમ, આભમાંથી તાડકાસૂર ઘવાયેલી હાલતમાં નીચે તૂટી પડતાં ધરતી ધ્રુજી ઊઠી હતી. ત્યારે પણ ભગવાન રામ તો ડર્યા જ ન હતા, તો મારો રામ, આભમાં વિજળી ગર્જે તેથી શેનો ડરે ?’ તેણે કહ્યું.

‘ના, નહિ જ ડરું !’ મંગળાના શબ્દોથી પ્રોત્સાહન પામીને જાણે પોતાનામાં પણ હિંમતનો સંચાર થતો હોય એમ પ્રસાદ મંગળાનું પડખું છોડીને ઊભો થયો અને પોતાની નાનકડી છાતી ફૂલાવીને કહેવા લાગ્યો, ‘આભની વીજળી ભલેને ત્રાટકે, હું કાંઈ ડરું તેવો નથી તો !’

પ્રસાદના દિલમાંથી ભય ઓછો કરવાનો મંગળા પ્રયત્ન કરતી હતી. પણ એના દિલમાં જ છાનો છાનો ભય વ્યાપી રહ્યો હતો. મુશળધાર વરસતો, નભોમંડળમાં વાદળો અથડાતા ને એના થતા કડાકા, ઝબકતી વીજળીની ગર્જના એના દિલને ડરાવતા હતા, પણ જ્યારે મકાન તૂટી પડવા લાગ્યા ત્યારે તો એ ભયભીત બની ગઈ હતી. પોતાનું મકાન પણ કદાચ રાતમાં જ તૂટી પડે તો ? પોતાના રામ–લક્ષ્મણને શું થાય ? એવા અમંગળ વિચારો એના મનને ઘેરી વળ્યા હતા.

અને જાણે તેના મનના ભયનો જ પડઘો પાડતો હોય એમ તુલસી