લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૬
ખાખનાં પોયણાં
 

કેસ ખરાબ નથી. તે પોલીસ સમક્ષ ગુનો કબુલ કર્યો એથી તું ગુનેગાર ઠરી જતો નથી, અને તારી મુક્તિ નિશ્ચિત છે કારણ કે મંગળા જેવી દેવી તારી સહાયતામાં છે.’

તુલસીએ કહ્યું, ‘તું આ વકીલ સાહેબને તારો કેસ સમજાવી દે, અને વકીલ સાહેબ કહે તેમ જ અદાલતમાં પણ વર્તજે.’

શિવ ગદ્‌ગદ્ કંઠે બોલ્યો. ‘જવા દે તુલસી, મારો ઇન્સાફ હવે થવા જ દે! મને માફ કર.’

ને તે ઊભો થયો, જમાદાર સાથે થતાં બોલ્યો ‘ચાલો જમાદાર.’

જમાદાર પણ શિવના વર્તનથી આભો બની ગયો હતો, જ્યારે અસહાય ગુનેગારો પોતાના છુટકારા માટે વલખાં મારે છે, ચોધાર આંસુ સારે છે, ત્યારે આ માનવી તેના છૂટકારા માટે પ્રયત્ન થાય છે તેનો તે ઇન્કાર કરે છે?

તેણે ત્રાંસી નજરે શિવને જોઈ લીધો, મનથી માપી લીધો અને પછી જાણે તેનો સાથી જ હોય એમ તેના ખભા પર હાથ મૂકીને તેને પાછો વાળતા કહેવા લાગ્યો, ‘બેસી જા પણે અને વકીલ સાહેબ કહે તે સાંભળી લે.’

'જમાદાર મને જવા દો !’ તેણે દીનભાવે જમાદારને કહ્યું.

‘જો શિવ ! તને મંગળાની ચિંતા છે ને? અને તારી એ ચિંતા સાચી હોય તો, તારે આ કેદખાનામાંથી મુક્ત થઈને નવું જીવન પામી, મંગળા અને બે બાળકોને તું તારી પાંખમાં સમાવીલે, કે જેથી મંગળાના જીવનને પણ શાંતિ થાય. અને તારા જીવનનો શેષકાળ પણ કર્તવ્યના આનંદમાં વ્યતિત થાય !’ તુલસીએ શિવ સામે જોઈને તેને સલાહ આપી. શિવ શાંતિથી તુલસીના શબ્દો સાંભળી રહ્યો હતો, એ જોઈને તુલસીને સમજાયું કે શિવ પર તેના શબ્દોની અસર થવા લાગી છે. એટલે કહ્યું ‘માનવ જીવનને જો શુદ્ધ કરવાની તક મળતી હોય તો, એ તક ઝડપી લઈ ભૂલોનો પસ્તાવો