લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મેં ફરજ અદા કરી છે
૪૧
 

ત્યાં તો મંગળા ચાહના પ્યાલા લઈને આવી અને મહાજન સમક્ષ ચાહના પ્યાલા તેણે મૂકી દીધા.

મંગળાનું સૌ વિહંગાવલકોન કરવા લાગ્યા : પરણીને પ્રથમ વાર પતિ ગૃહે આવેલી નવોઢાશી લાગતી હતી કે નહિ એની સૌ મૂંગા રહીને મનોમન તુલના કરતા હતા, પણ મંગળાનું ચાંચલ્ય, એની રમતિયાળ મુખાકૃતિ અને આંખોનો રોજનો એ જ ચમકારો જોતાં સૌને નવાઈ લાગી : પરણેતરના ભાવો જ એની આંખોમાં તેમને વાંચવા ને મળ્યા.

‘લો પહેલા ચાહને તો ઈન્સાફ આપો! પછી હું જ તમને માંડીને વાત કરું છું.' માસ્તરે શ્યામલાલને ચાહ પીવાની સૂચના કરતાં કહ્યું.

‘અમે પણ એ જ જાણવા આવ્યા છીએ.' રકાબીમાંની ચાહને ફૂંક મારતા શ્યામલાલે કહ્યું. જાણે પોતાના માથા પરનો ઘણો મોટો બોજો માસ્તરે ઉઠાવી લીધો હાય એમ તેઓ હળવા ફૂલ જેવા બની ગયા હતા.

સૌ યાહ પી રહ્યા. અને મંગળા ચાહના ખાલી પ્યાલા રકાબી ઉઠાવી ગઈ. એ પછી માસ્તરે મંગળાને પોતાની પાસે બોલાવીને કહ્યું : ‘મંગળા આજનો દિવસ તારા માટે ધન્ય છે. આ મહાજન તને આશિષ દેવા અહીં આવ્યું છે. સૌને પગે લાગી જા, અને સૌના આશિષ મેળવ, તારા જીવનમાં સુખની છાંયડી પ્રસરી રહે.'

મંગળાએ માસ્તરની સૂચનાનો આદરભાવપૂર્વક અમલ કર્યો અને પછી માસ્તરની પડખે જ બેસી ગઈ. એના ખોળામાં પ્રસાદ રમતો હતો.

સૌ હવે માસ્તરના સ્વમુખેથી વાત સાંભળવા અધીરા બન્યા હતા. માસ્તરે એક ખોંખારો ખાઈ ગળું સાફ કર્યું ને પછી કહેવા