કેટકેટલી શંકાઓ નવલશેઠના મનમાં પેદા થઈ અને શંકાઓની ભૂતાવળમાં તે શેકાવા લાગ્યા.
વડ પર છુપાઈ બેઠેલા સાથીઓએ આંખના ઈશારાથી વાત કરી લીધી અને શેઠ જાય કે તરત જ ખાટલાને હોળીમાં મૂકી દેવાનો નિર્ણય કર્યો.
ગભરાટમાં શેઠે ઘર તરફ ઝડપથી પગલાં ઉપાડ્યાં; કદાચ ખાટલો પોતાની પાછળ દોડતો આવે તો? એવા ભયથી એમની ચાલવાની ગતિ એટલી ઝડપી બની હતી કે જોનારને સહેજે પણ ખ્યાલ આવી જાય કે તેઓ દોડી રહ્યા છે, ને દોડતાં દોડતાં એમના શ્વાસની ધમણ જોરથી ચાલી રહી છે.
હવે તુલસીએ સાથીઓને કહ્યું : ‘નવલશેઠ પોતાના માણસોને લઈને આવે તે પહેલાં ખાટલાને અગ્નિમાં હોમી દેવો જ જોઈએ. તેઓ આવે ત્યારે ખાટલો અગ્નિની સહસ્ર જ્વાલાઓનો ભક્ષ થઈ રહ્યો હોય, અને આપણે અહીંથી દૂર પેલા વડના ઝાડની વડવાઈઓમાં છુપાઈ જઇને બૂમો પાડવી જેથી નવલશેઠના મનમાં પેઠેલા ભૂતની ભૂતાવળનો ભય સ્થિર થાય. આપણો બદલો વળી જાય છતાં કોઈને કશી જ જાણ ન થાય.’
સૌ સહમત થયા ને કલ્પના મુજબ જ નવલશેઠ ફળિયાના આઠ દશ માણસો સાથે આવતાં જણાયાં. દૂરથી એ ટોળાંમાં થતી વાર્તા સંભળાતી હતી અને તરત જ યોજના અમલમાં મૂકાઈ. ગોદડાં સહિત આખો ખાટલો જાણે ઢાળેલો હોય એમ હુતાશનીની જ્વાળાઓ વચ્ચે મૂકી દીધો ને દુર આવેલા વડના ઝાડની વડવાઈઓમાં સૌ ભરાઈ ગયા. જ્યારે નવલશેઠ પોતાના માણસો સાથે આવી પહોંચ્યા ત્યારે ખાટલો અગ્નિ દેવના જડબામાં હોમાઈ ચૂક્યો હતો.
‘અજબ છે ભાઈ । હું ગયો ત્યારે કોઈ કહેતાં કોઈ જ ન હતું