લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ખાખનાં પોયણાં
 

એને પોતાને મંગળા વિષે કશી જ ચિંતા નથી, એવો ભાવ ઠસાવવાના હેતુથી જ જીવકોરે કહ્યું, ‘મને તો મંગળાની કશી જ ચિંતા નથી, એનામાં કળજગનો વાયરો નથી તો બેન !’

‘એ તો આજે નથી પણ આ કળજગનો પ્રભાવ કાંઈ પડ્યા વિના રહેવાનો છે?’ ઝવેર જીવકોરના વિશ્વાસને ડગાવવા મથતી હોય એમ બોલી, ‘છોકરો મોટો થાય તેની ચિંતા નહિ, ગમે તેમ તોપણ એ તાંબાના લોટો, મેલો થાય તો પણ અજવાળીને પાણિયારે મુકાય પણ દીકરી તો ઠીકરી જેવી, નંદવાઈ એટલે તેને ફેંકી દેવાની, એટલે જ દીકરી નજર આગળ મોટી હોય તો માવતરને ચિંંતા થાય જ !’

અને પછી જીવકોરના મર્મસ્થાનને વીંધવાનો પ્રયત્ન કર્યો, ‘દીકરીને સાપનો ભારો આપણા વડીલોએ અમથી કહી છે?’

રસેાડામાં બેઠેલી મંગળા આ સંવાદ સાંભળવા એકધ્યાન થઈ ગઈ હતી ! ઝવેરને મા શો જવાબ આપે છે તે જાણવાની તેની ઇંતેજારી વધી ગઈ હતી.

જીવકોરે કહ્યું, ‘નારે બેન, એવી ચિંતા કરીને કાંઈ છોકરીને ગમે ત્યાં ફેંકી દેવાય છે ?’

‘નારે ગમે ત્યાં શા માટે ફેંકી દેવાય ?’ ઝવેરે ઉત્સાહપૂર્વક કહ્યું ને ઉમેર્યું, ‘નાત જાતમાં જુવાનો કોઈ કાતરે ખાધા છે ?’ ને સલાહ આપવા માંડી, ‘આ તો એમ કે સારું હોય તો કાંઈક ગોઠવી રાખ્યું હોય તો ઠીક.’

‘ખરું છે ! પણ માસ્તર બિચારા ઘણીય ચિંતા કરે છે!’

‘તે માસ્તરની નજરમાં નથી કોઈ ?’ ઝવેરે બોલીને મોં મચકોડીને ઉમેર્યું, ‘પણ માસ્તરને તો ઘર આંગણામાં જોવા આંખ જ ક્યાં છે બાકી...’

‘માસ્તર તો બિચારા મંગળાને તેમની દીકરી જ ગણે છે એટલે