માની રહ્યો હતો એટલે તેના મનમાં શંકા પેદા થઈ કે રખેને મા આ અપમાનનો બદલો લેવા ક્યાંક પોતાનું ચોકઠું ગોઠવી દેશે તો એટલે તેણે બેઠો હતો ત્યાંથી ઊભા થતાં કહ્યું ‘જોજે, મા ! ક્યાંક ગોઠવી દેતી ?’
‘ત્યારે મંગળાની રાહ જોઈને કુંવારો મરીશ ?’ ઝવેરે ક્રોધાગ્નિમાં તપાવીને ધીખતા બનાવેલા શબ્દોના તુલસીને ડામ દેવા માંડ્યા. ને ઉમેર્યું ‘મારે હવે ક્યાંક નક્કી કરી જ નાખવું છે પછી એ પણ જોઈ લે કે ઝવેરના દીકરાને કન્યાની ક્યાં ખોટ છે?’
‘એ ચિંંતા તું ન કરતી, હું મારું ફોડી લઇશ !’ તુલસીએ કહ્યું ને ઊભો થયો. ઓરડામાં આમથી તેમ ચાર આંટા માર્યા ને મનમાં કાંઈક ગોઠવવા લાગ્યો. એણે જ્યારે માતાને જીવકોર પાસે મોકલી ત્યારે એના મનમાં આશા હતી કે મંગળા ના પાડતી રહેશે પણ જીવકોર કાકી તો માતાની વાત સાંભળીને હરખઘેલાં થઈ જશે પણ એ જીવકાર કાકીએ જ ઘસીને ના પાડી દીધી ?
‘તે હેં મા? જીવકોર કાકી પણ...’
‘હા હા ? એ જીવકોર ના જોઈ હોય તો મોટી ?’ ઝવેરનો રોષ હજી શાંત થયો ન હતો, તેના દિલનો ભડકો સહસ્ર શબ્દો દ્વારા વ્યક્ત થઈ રહ્યો હતો. તેણે કહ્યું, ‘તું જીવકોરકાકી, જીવકોરકાકી કહીને તેમને ત્યાં દોડતો હતો ને ઘેર મારું કામ પડતું મૂકીને એનાં આટાંફેરા ખાતો હતો, શાકભાજી લઈ આવતો. બળતણથી વાડા ભરી દેતો હતો, એ જીવકોરને તું ન ઓળખી શક્યો !’
અને પોતાના વિષે તેણે કહેવા માંડ્યું, ‘તું પણ મારા રોયા મારા જેવો કાળજા વિનાનો છે, ન બોલાવે એને ત્યાં દોડી જાય છે.’
મા ભલેને કહેતી હોય કે પોતે તેના જેવો કાળજા વિનાનો