પૃષ્ઠ:Killol.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાલપ ક્યાંથી !


તારે આવડી લાલપ ક્યાંથી રે
મારા લાડકવાયા લાલ !

તારે આવડી કૂણપ ક્યાંથી રે
મારા લટકાળા હો લાલ !

તારી હાથ–હથેળી
પગની રે પેની
ગુલ-ફુલ સરીખા ગાલ;

એને આવડાં રંગ્યાં શાથી રે
મારા બોલકણા હો બાળ ! –તારે૦

માડી ! હું ને હરિ બે રમતા રે
એક મેઘ–ધનુષ મોઝાર;
અમે લથબથ કુસ્તી કરતા રે
ઘન ગાજતું ઘમ ! ઘમ ! કાર;