લખાણ પર જાઓ

પૃષ્ઠ:Killol.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧



૨. પીપર કાપી

હાં રે પીપર કાપી
હાં હાં રે પીપર કાપી
કોઇ દયા વિહોણો પાપી રે
પીપર કાપી !

હાં રે પીપર કાપી
હાં હાં રે પીપર કાપી
જાણે અબળાને સંતાપી રે
પીપર કાપી !

હાં રે પીપર કાપી
હાં હાં રે પીપર કાપી
એમ કકળ્યા મોર કલાપી રે
પીપર કાપી !