પૃષ્ઠ:Killol.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૨૩. પીપર સૂકી

હાં રે પીપર સૂકી
હાં હાં રે પીપર સૂકી,
જાણે ભગરી ભેંસ વસૂકી રે
પીપર સૂકી !

હાં રે પીપર સૂકી
હાં હાં રે પીપર સૂકી,
એનાં જોર ગયા સહુ ડૂકી રે
પીપર સૂકી .

હાં રે પીપર સૂકી
હાં હાં રે પીપર સૂકી,
પંખી ગ્યાં માળા મૂકી રે
પીપર સૂકી .

હાં રે પાન ખરિયાં
હાં હાં રે પાન ખરિયાં,
જાણે માનાં બાળક મરિયાં રે
પીપર સૂકી .