આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાં રે પીપર કોળી
હાં હાં રે પીપર કોળી,
એની ઘટા બની છે બ્હોળી રે
પીપર કોળી.
હાં તે કુંપળ ફુટ્યાં
હાં હાં રે કુંપળ ફુટ્યાં,
જાણે બાંધ્યાં બાળ વછૂટ્યાં રે
પીપર કોળી.
હાં રે કુંપળ રાતાં
હાં હાં રે કુંપળ રાતાં,
જાણ બાળ બન્યાં મદમાતાં રે
પીપર કોળી.
૫. પીપર ફાલી
♠
હાં રે પીપર ફાલી
હાં હાં રે પીપર ફાલી,
એને અંગે લાલ ગલાલી રે
પીપર ફાલી.