પૃષ્ઠ:Killol.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫


હાં રે પીપર ફાલી
હાં હાં રે પીપર ફાલી,
વનદેવ તણી બહુ વ્હાલી રે
પીપર ફાલી.

હાં રે પાન ચડિયાં
હાં હાં રે પાન ચડિયાં,
જાણે નવલખ નીલમ જડિયાં રે
પીપર ફાલી.

હાં રે પેપા આવ્યા
હાં હાં રે પેપા આવ્યા,
પંખીડલાંને ભલ ભાવ્યા રે
પીપર ફાલી.

હાં રે પેપા મીઠા
હાં હાં રે પેપા મીઠા,
એને કાબર કરે અજીઠા રે
પીપર ફાલી.