લખાણ પર જાઓ

પૃષ્ઠ:Killol.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘૂઘરો


ઘૂઘરો ઘુમે છે બેનીબાના હાથમાં,
રાત દિ રમે છે રંગીલીના સાથમાં;

જાણે રમે વાડીમાં મોર !
બેનીબાના ચિતડાનો ચોર
ઘૂઘરો ઘુમે છે બેનીબાના હાથમાં.

ઘૂઘરો ચુમે છે બેનીબાના હોઠડે,
મીઠો મીઠો મ્હોંમાં સંતાય
જાણે હંસ સરવરમાં ન્હાય – ઘૂઘરો૦

ઘૂઘરાને વ્હાલી બેનીબાની આંગળી,
જેવાં બાસું બાપુને વ્હાલ

જેવાં ભાઇ-ભાભી હેતાળ – ઘૂઘરો૦