પૃષ્ઠ:Killol.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫


ઘૂધરાને તોડે ફોડે બેની ખીજમાં,
તોય નાણે અંતરમાં દુઃખ !
જાણે કોઈ જોગી અબધૂત – ઘૂઘરો૦

ઘૂઘરાને ચૂસે ચારે પો'ર બેનડી,
તોય કો દિ ખૂટ્યાં ન ખીર !
જાણે માન સરવરનાં નીર – ઘૂઘરો૦

ઘૂઘરામાં ઘેરૂં ઘેરૂં કોણ ગાજતું,
ગાજે જેવાં ગેબીલાં ગાન !
ચંદ્ર સૂર્ય તારાનાં તાન – ઘૂઘરો૦

ઘૂઘરાને ગમતી ઝીણી ઝીણી ગોઠડી,
જાણે જુગ જુગના વિજોગ !
આજે માંડ મળિયા છે જોગ – ઘૂઘરો૦

ઘૂઘરાને મેલ્યો માડીએ આકાશથી,
બેનીબાને ધાવણ દેવા !
સ્વર્ગ કેરી વાતો કે'વા – ઘૂઘરો૦