પૃષ્ઠ:Killol.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૮

ચાંદરણાં


બાને ખોળે બેની રડી
એ રે બૂમ આકાશે ચડી
આકાશે સૂતા શ્રી હરિ
હરિની આંખો ઝબકી પડી.

ફુલ-સેજલડી ઝટ પરહરી
હરિએ મેલી નીંદરપરી
સોણલાંની છાબડીઓ ભરી
નીંદર વાદળીને વ્હાણે ચડી.

અદમધ દરિયે વીજળી મળી
નીંદરની નાવડી ઊંધી વળી
છાબનાં સોણલાં વેરાઇ ગયાં

ને એનાં ચાદરણાં થયાં !