પૃષ્ઠ:Killol.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૦


 ૫

મૂઠડીયું ભીડીને રે
મોભી મારો પોઢિયો હો રાજ !

ડાઢડીયું ભીંસીને રે
કુંવર મારો પોઢિયો રાજ !


હાં રે જાણે તાણી ઝાલેલી તરવાર
હાં રે જાણે ઝૂઝે છે જુદ્ધ મોજાર

સોણામાં સંહારે રે
બાપુ કેરા મારને હો રાજ !

સમશાને સૂવારે રે
મા–ભૂમિના ચોરને હો રાજ !

વનરા વનનો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !