પૃષ્ઠ:Killol.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગરવી ગુર્જર માનાં રે
વીરને ઝાઝાં વારણાં હો રાજ !

આગભરી અમ્બાનાં રે
વીરને મોંઘા મીઠાડાં હો રાજ !

હાં રે વીરા ! આજુનો દિન વિશ્રામ
હાં રે વાલા ! આજુની રાત આરામ

કાલે ને કેસરિયા રે !
ખાંડા ધારે ખેલજો હો રાજ!

કાલે કંકુભરિયા રે !
અરિને તેડાં મેલજો હો રાજ !

વનરાવનનો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !





સ્વામીની શુર-વાટે રે
રણ રમવા જાવું હતું હો રાજ !