પૃષ્ઠ:Killol.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અઘરા શબ્દોની સમજણ

અંબર : આકાશ

કાગાનીંદર : અરધી-પરધી ઉંઘ

કેડા : રસ્તા

ખાળવા : રોકવા

ગળકે : હલકથી (મોર) બોલે

ગારાળ : ગારા (કાદવ)વાળાં

જળ-ઝીલણિયાં : જળ-ઝીલણી એકાદશીને દિવસે જળાશયની અંદર ન્હાતી સ્ત્રીઓ ગીત ગાય છે તે જળઝીલણિયાં કહેવાય છે.

ઝોક : પશુઓને પૂરવાનો વાડો

ટોયલી : બાળકને દૂધ પાવાની નાની ટબૂડી

ડાઢડિયું : દાઢો

ડૂકવું : કમજોર બનીને થાકી જવું

તાત તાવ : સખ્ત તાપ

થાપા : હાથના પંજાની છાપ

ધ્રપીને : ધરાઇને