પૃષ્ઠ:Killol.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધૂંવાધાર : ગોટેગોટ ધૂમાડા ઉરાડતી પ્રંચડ (તોપ)

નીમચો (જો) : નાનકડી તલવાર

પોચાળી : પેચ (આંટી) પાડેલી

બંધૂકાં : બંદુકો

ભવાની : શિવાજીની તલવારનું નામ

મરગલડો : મરઘો (કૂકડો)

મેલાવણ : મૂકાવનાર

મોભી : મોટો પુત્ર (ઘરના આધાર રૂપ 'મોભ'ના લાકડા પરથી)

રખોલિયા : રખેવાળ

લોચવું : નિદ્રામાં અથવા તાવમાં ઝંખવું

વજ્જર : વજ્ર

વસૂકવું : દૂધ દેતા બંધ પડવું

વાહુલિયા : વાયરા

વાસુ રહેવું : ખેતરમાં મોલ સાચવવા રાત્રિયે રહેવું

વીશભુજાળી : વીશ ભુજાવાળી દેવી

વોળાવિયા : રખેવાળ

સીંધૂડાના શોર : લડાઇમાં શૌર્ય ચડાવનાર સૂર

સોડ્ય : શબ ઉપર ઓઢાડાવાનું લૂગડું : ખાંપણ

હિન્દવાણું : હિન્દુસ્તાન