પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
ઉત્પલવર્ણા



હતી તથા પુષ્કળ દાન દેવા માંડ્યાં હતાં અને અનેક પ્રકારનાં સત્કર્મો કરીને મરણ સમયે ભગવાનને એજ પ્રાર્થના કરી હતી કે, “મને પણ ઋદ્ધિમતી ભિક્ષુણીનું મહાન પદ પ્રાપ્ત થજો.” શુભ અભિલાષા, યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો એક જન્મમાં કે અનેક જન્મમાં પણ ફળવતી થયા વગર રહેતી નથી. અનેક જન્મો બાદ ગૌતમબુદ્ધના સમયમાં ઉત્પલવર્ણાના જીવનમાં ઉપર વર્ણવેલો પ્રસંગ પ્રાપ્ત થયો. પિતાજીએ તેને પ્રવજ્યા ગ્રહણ કરવાની ઈચ્છા જણાવી. પૂર્વજન્મના સંસ્કારોની ઉત્તેજનાથી કુમારી ઉત્પલવર્ણાએ પ્રસન્નચિત્તે એ પ્રસંગને વધાવી લીધો અને ભિક્ષુણી બનવા તૈયાર થઈ.

પિતાનાં ચક્ષુમાં અશ્રુ ભરાઈ આવ્યાં, અંતઃકરણમાં સ્નેહ ઊભરાઈ ગયો અને એમના મુખમાંથી શબ્દ પણ નીકળી શક્યો નહિ. તેણે પ્રેમપૂર્વક પુત્રીને હૃદય સરસી ચાંપીને એના શુભ વિચાર માટે ધન્યવાદ આપ્યો તથા પોતાની સાથે ભિક્ષુણીસંઘમાં લઈ જઈને પ્રવજ્યા અપાવી.

ઉત્પલવર્ણાને નવીન આશ્રમ ઘણો ગમી ગયો અને તેને લાગ્યું કે મોહમાયાના બંધનમાંથી મુક્ત થઈને સ્વતંત્ર વાતાવરણમાં આવી.

ઉપસંપદા પ્રાપ્ત કર્યા પછી તેણે આધ્યાત્મિક ઉન્નતિ માટે અભ્યાસ કરવાની શરૂઆત કરી. ઉ૫સંપદા એટલે શું તે પણ આ સ્થાને સંક્ષેપમાં સમજાવવું અસ્થાને નહિ ગણાય. ઉપસંપદાના યોગથી ભિક્ષુ અને ભિક્ષુણીસંઘની એક નિયત પ્રકારની વ્યવસ્થા થવા પામતી. પ્રવજ્યા લીધાથી તો ભિક્ષુણીસંઘમાં દાખલ થવાની પરવાનગી માત્ર મળતી, પણ સંઘમાં દાખલ થતાંજ સંઘના બધા હક્ક એકદમ મળી જતા નહોતા. અનુભવ અને યોગ્યતા પ્રાપ્ત થયા પછી ‘ઉપસંપદા’ આપવામાં આવતી અને ત્યાર પછીજ ભિક્ષુ કે ભિક્ષુણીને સંઘને લગતી સર્વ બાબતોમાં મત આપવાનો અધિકાર મળતો. અસ્તુ ! સંઘમાં રહીને ઉત્પલવર્ણાએ ત્રિપિંટક–બૌદ્ધ ધર્મશાસ્ત્રના મુખ્ય ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તેણે સીલ સંપદા પ્રાપ્ત કરી અને સમાધિભાવનાનો સાક્ષાત્કાર કરવાને માર્ગે ચડી. બૌદ્ધ ધર્મમાં ‘ઉપોસથ’ની ક્રિયા થાય છે. ઉપવસથને દિવસે જે સ્થળે ભિક્ષુકોનો