પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

६३–भद्दा कुंडलकेशा

ના ગૂંચળાદાર સુંદર કેશને લીધે એ ભદ્દા કુંડલકેશા કહેવાતી હતી. એક વખત એ જૈનધર્મ પાળતી હતી તેથી એનું બીજું નામ ‘પુરાણ નિર્ગ્રંથી’ પણ છે.

એના જીવનચરિત્રમાં કાંઈક વિચિત્રતા છે. એનો જન્મ રાજગૃહ નગરમાં એક ધનવાન વણિકને ઘેર થયો હતો. યુવાવસ્થાને પ્રાપ્ત થતાં વણિકકન્યા ભદ્દા પોતાના પુરોહિતના પુત્ર સાર્થકના ઉપર મોહી પડી. પરંતુ તેના કમનસીબે બ્રાહ્મણ પુત્ર સાર્થક ખરાબ ચાલચલણનો હતો. એક દિવસે ચોરી કરવાના અપરાધ સારૂ રાજા તરફથી તેને એવી સજા કરવામાં આવી કે, એને સિંહના પાંજરામાં પૂરીને સિંહ પાસે ફાડી ખવરાવવો. ઘાતક સિપાઈઓ તેને વધ્યભૂમિ તરફ લઈ જતા હતા, એવામાં ભદ્દાની દૃષ્ટિ તેના ઉપર પડી અને તેણે પોતાના પ્રેમની વાત પિતાને જણાવી. તેના ધનવાન પિતાએ રાજ્યના અમલદારોને પુષ્કળ લાંચ આપીને સાર્થકની સજા માફ કરાવી અને તેનું લગ્ન પોતાની પુત્રી સાથે કર્યું.

સાર્થક કુચરિત્ર હતો. ભદ્દાનાં ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી તેણે એક વખત કપટપૂર્વક કહ્યું કે, “વહાલિ ! એક વેળા મારા ઉપર મોટી આફત આવી પડી હતી. તે વખતે મેં પર્વતના શિખર ઉપર વસનારા એક દેવતાની માનતા માની હતી કે, હું સજોડે આપનાં દર્શન કરવા આવીશ; માટે તું સુંદર વસ્ત્રાલંકાર પહેરીને મારી સાથે ચાલ. આપણે પર્વતના શિખર ઉપર જઈને દેવતાને પગે લાગી આવીએ.” બન્ને જણાં પર્વત ઉપર ચડ્યાં. પછી ભદ્દાને જ્યારે ખબર પડી કે સ્વામી તો તેને વસ્ત્રલોચન કરીને મારી નાખવા માગે છે, ત્યારે તેણે કહ્યું: “સ્વામીનાથ! આ