પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

भारतनी देवीओ× [૧]

🙥 ग्रंथ २ जो 🙧

बौद्धयुगनां स्त्रीरत्नो*[૨]

ઉપોદ્‌ઘાત

અમારી ઘણી વાંચક બહેનોને બૌદ્ધધર્મ સંબંધી બરોબર ખબર નહિ હોય તેથી બૌદ્ધ સન્નારીઓનાં ચરિત્રનો પરિચય કરાવતાં પહેલાં બૌદ્ધ ધર્મ વિષે બે શબ્દો કહેવા અનુચિત નહિ ગણાય.

આજથી અઢી હજાર કરતાં પણ વધારે વર્ષ પૂર્વે ગૌતમ બુદ્ધ નામના એક મહાપુરુષે ભારતવર્ષમાં એ ધર્મની સ્થાપના કરી હતી. બુદ્ધદેવના મૃત્યુ પછી ઘણાં વર્ષો સુધી એ ધર્મ આપણા દેશનો મુખ્ય ધર્મ રહ્યો હતો. ભારતની બહાર ચીન, જાપાન વગેરે દેશોમાં આજ પણ એ ધર્મને લોકો માને છે અને બુદ્ધદેવને જન્મ આપનાર પવિત્ર ભારતભૂમિની યાત્રા કરવા સારૂ એ દેશથી અનેક યાત્રીઓ આવે છે. જૈન ભાઈઓના તીર્થંકર મહાવીર સ્વામીનાજ સમયમાં, પણ એમનાથી જરાક પાછળ બુદ્ધદેવ


  1. × આ ગ્રંથની આ અગાઉની બે આવૃત્તિઓ ‘ભારતનાં સ્ત્રીરત્નો’ના નામથી પ્રસિદ્ધ થયેલી છે. તેની ત્રીજી આવૃતિ ‘ભારતની દેવીઓ’ ના નામથી પ્રસિદ્ધ થાય છે. —પ્રકાશક
  2. * ૧–માદ્રીથી ૯૧–દેવસ્મિતા સુધીની દેવીઓ બૌદ્ધયુગની છે.