પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

६४-पटाचारा

ટાચારા એક ઈતિહાસ પ્રસિદ્ધ રમણી છે. બૌદ્ધધર્મમાં ભિક્ષુણી બનતાં પહેલાં એનું નામ શું હતું, તે

જાણવામાં આવ્યું નથી. શ્રાવસ્તી નગરીમાં એક શેઠિયાના ઘરમાં તેનો જન્મ થયો હતો. પટાચારા જ્યારે યૌવનને પ્રાપ્ત થઈ ત્યારે તેનાં માતપિતાએ પોતાની ન્યાતના એક ધનવાન વણિકના પુત્ર સાથે તેનું લગ્ન કરવાનો વિચાર કર્યો. પરંતુ પટાચારા તો એ પહેલાં બીજી ન્યાતના એક યુવક સાથે પ્રેમસૂત્રથી બંધાઈ ચૂકી હતી, એટલે તેણે પિતાની ઈચ્છા મુજબ એ ધનવાન વણિકપુત્ર સાથે વિવાહ કરવાની ના કહી. એ વખતમાં નાતજાતનાં બંધનો હાલના જેટલાં દૃઢ નહોતાં, તોપણ પોતાની કન્યા પોતાનીજ ન્યાતના એક તવંગર યુવાનને પરણવાને બદલે પરન્યાતના ગરીબ યુવક સાથે લગ્ન કરે એ વાત પટાચારાનાં માતાપિતાને પસંદ પડી નહિ. તેમણે પટાચારાના વિચારને અનુમતિ આપી નહિ, એટલું જ નહિ પણ એને સખ્ત ઠપકો આપ્યો.

પટાચારાએ જ્યારે જોયું કે માતપિતા મારી પોતાની ઈચ્છાનુસાર લગ્ન નહિજ થવા દે, ત્યારે તે એક દિવસ ગુપ્ત રીતે પોતાના મનપસંદ સ્વામીને લઈને પલાયન કરી ગઈ. તે દંપતી દૂર દેશાવરમાં જઈને વસ્યાં અને વિધિપૂર્વક લગ્ન કરીને સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યાં. એ દૂર દેશાવરમાં પટાચારાને બે પુત્રસંતાન જન્મ્યાં. માતપિતાનો ત્યાગ કરીને પટાચારા ચાલી આવી હતી, છતાં પણ માતપિતા ઉપરનો તેનો સ્નેહ ઓછો થયો નહોતો. ઘણા લાંબા સમય સુધી વહાલાં માબાપથી વિખૂટી રહેવાને લીધે તેને હવે દેશમાં જવાની ઈચ્છા થઈ. તેણે પતિને પોતાની ઈચ્છા જણાવી. પતિએ તેની ઈચ્છાને માન આપીને દેશમાં પાછા જવાનો સંકલ્પ કર્યો. પતિ અને બે પુત્રને લઈને