પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

७६–अंबपाली गणिका

બુદ્ધ ભગવાન એક વખતે વૈશાલી નગરમાં અંબપાલી ગણિકાના આમ્રવનમાં વિશ્રામ કરતા હતા. અંબપાલીને તેમનાં દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેથી એ બગીચામાં ગઈ. તેનાં વસ્ત્રાભૂષણ સામાન્ય હતાં છતાં પણ તેનું સૌંદર્ય ઘણું મનોહર લાગતું હતું તેને આવતી જોઈને બુદ્ધ ભગવાન પણ ક્ષણવાર તેના સામું એકીટશે જોઈ રહ્યા. તેના સૌંદર્યને માટે મનમાં ને મનમાં પોતે બોલવા લાગ્યા: “આ સ્ત્રી કેવી પરમ સુંદરી છે ! મોટા મોટા રાજાઓ પણ તેના રૂપ અને લાવણ્ય ઉપર મોહિત થઈ જઈને તેને વશ થઈ જાય છે, તો પણ એ કેવી ધૈર્યવાળી અને શાંત છે. તેના સ્વભાવમાં ચંચળતા જણાતી નથી. જગતમાં એવી સ્ત્રીઓ દુર્લભ હોય છે.” અંબપાલી આવીને બુદ્ધદેવની પાસે બેઠી. બુદ્ધદેવે તેને ધર્મોપદેશ આપીને તેના ચિત્તમાં રહેલી જરા સરખી ચંચળતા પણ એકદમ દૂર કરી નાખી. તેના હૃદયમાંની વાસનાઓનું તેમણે મૂળમાંથીજ ઉચ્છેદન કરી નાખ્યું. તેનું હૃદય પીગળી ગયું. ધર્મ ઉપર તેનો દૃઢ વિશ્વાસ થયો. બુદ્ધદેવને શરણે આવીને એ ગણિકાએ કહ્યું: “હે પ્રભો ! કાલે આપ શિષ્યમંડળી સાથે મારે ઘેર ભિક્ષા કરવા પધારશો તો હું ઘણીજ ઉપકૃત થઈશ.” બુદ્ધદેવે મૌનભાવે સંમતિ દર્શાવી.

એટલામાં એ નગરના કેટલાક ધનવાન યુવકો સુંદર રથમાં આમ્રવનમાં આવી પહોંચ્યા. એ લોકો રંગબેરંગી વસ્ત્ર અને કિંમતી અલંકારોથી ભૂષિત હતા. બુદ્ધદેવે પોતાના ભિક્ષુશિષ્યોને એ યુવકો બતાવીને કહ્યું: “જુઓ, આ લોકો કેવા ઠાઠથી આવ્યા છે ! જાણે કે દેવતાઓ ભૂમિ ઉપર ક્રીડા કરવા આવ્યા હોય એવા લાગે છે.” તેમણે આવીને બુદ્ધદેવને પ્રણામ કર્યા તથા પોતાને ત્યાં ભોજન કરવા પધારવાનું નિમંત્રણ કર્યું; પરંતુ બુદ્ધદેવ