પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

८०–शुभा (सोनीनी कन्या)

એક સોનીની કન્યા હતી. તેનો નિવાસ રાજગૃહમાં હતો. એ ઘણી સૌંદર્યવતી હોવાથી એનું નામ શુભા પાડવામાં આવ્યું હતું. એની બુદ્ધિ ઘણી તીવ્ર હતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાની તૃષ્ણા પુષ્કળ હતી. એક દિવસ બુદ્ધદેવ રાજગૃહમાં પધાર્યા ત્યારે શુભા એમનાં દર્શન કરવા સારૂ ગઈ અને પ્રણામ કરીને એક બાજુએ બેસી ગઈ. બુદ્ધદેવને નીતિસંબંધી એના ઊંંચા વિચારો તથા વિકસિત જ્ઞાનની ખબર પડી એટલે એમણે એને ધર્મોપદેશ આપ્યો. ઘરમાં રહીનેજ એણે ઘણો વખત સાધના કરી, પરંતુ સંસારની જંજાળ ધાર્મિક ઉન્નતિમાં બાધક જણાતાં મહાપ્રજાપતિ ગોતમી પાસે દીક્ષા લઈને સાધ્વી બની.

એ પ્રસંગનું વર્ણન કરતાં એ પોતે રચેલી ગાથામાં કહે છે કે, “યૌવનમાં ધોળા વસ્ત્ર પહેરીને એક વાર હું ધર્મકથા સાંભળવા ગઈ હતી. મારા અપ્રમત્ત ચિત્તમાં એ સમયે સત્યનો ઉદય થયો. મારા મનમાં બધાં કામ અને ભોગ પ્રત્યે દારુણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારમાં યાત્રા કરતાં જેટલી વિપત્તિઓ નડવાનો સંભવ હતો તેનો મેં વિચાર કર્યો અને એ સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા થઈ. પછી મેં જ્ઞાતિ, દાસ, ગામ, ખેતરો અને ભોગની બધી સામગ્રીઓનો ત્યાગ કર્યો. જેટલું તજવા લાયક હતું તે બધાનો ત્યાગ કરીને પ્રવજ્યામાં પ્રયાણ કર્યું. શ્રદ્ધાપૂર્વક સંન્યાસિની વ્રત પાળ્યાથી સુંદર સદ્ધર્મ શીખી. મારી વિપુલ સંપત્તિ સામું મેં ઝાંખ્યું પણ નહિ. સોનારૂપાનો એક વાર ત્યાગ કર્યા પછી કયો સાધુપુરુષ એના તરફ ફરીથી ઝાંખે છે ? સોનારૂપાથી કદી ચિત્તને શાંતિ મળતી નથી. શ્રમણને ચિત્તમાં (ધર્મરૂપી) વિત્ત મળે છે, તેની સરખામણી આર્યધર્મમાં બીજા કશા સાથે થાય એમ નથી. ❋ ❋ જે લોકો ધન વડે છકી ગયેલા અને મોટા છે, તેના મનમાં ઘણો ક્લેશ રહે છે, કેમકે ધનના લોભને લીધે બધા એકબીજા