પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
ઈસિદાસી (ઋષિદાસી)



પાપની સજારૂપે આ જન્મમાં ઈસિદાસીને પતિભક્તિનું ફળ મળ્યું નહિ. આટલી સેવા અને પ્રેમ બતાવ્યા છતાં પણ એનો પતિ એના ઉપર પ્રસન્ન થયો નહિ. એક દિવસ એણે પોતાનાં માતપિતાને કહ્યું: “હું ઈસિદાસીની જોડે સંસાર માંડવાનો નથી, હું ઘરબાર છોડીને દૂર જતો રહીશ.” માતપિતાએ કહ્યું: “ઈસિદાસી તો સારી પંડિતા છે; આળસ શું છે તે તો જાણતી નથી. પ્રાતઃકાળમાં વહેલી ઊઠે છે. એવી સુશીલ પત્ની તને કેમ ગમતી નથી, દીકરા ?”

ઉત્તરમાં ઈસિદાસીના પતિએ જણાવ્યું: “એણે મારૂં કાંઈ બગાડ્યું નથી; પણ હું એની સાથે રહેવાનો નથી. મને વિદાય આપો, હું પાછો નહિ આવું.” સાસુસસરાએ ઈસિદાસીને પૂછ્યું: “વહુ ! કહો તો ખરાં કે તમારાં બેનાં મન ઊંચા શા કારણથી થયાં છે ? અમારાથી કંઈ વાત છુપાવશો નહિ. એવો તે શો અપરાધ છે કે પતિ તને છોડીને જતો રહેવા માગે છે ?”

ઈસિદાસીએ દિલ ખોલીને કહ્યું: “મારાથી ભૂલમાં પણ કોઈ દોષ થયો નથી; મેં કોઈ દિવસ એમને કડવો શબ્દ કહ્યો નથી. એમ છતાં એમને મારા પ્રત્યે શા સારૂ કંટાળો ઊપજ્યો છે તે હું કહી શકતી નથી.”

ત્યાર પછી આસુસસરાએ તેને કહ્યું: “વહુ ! તું તો સ્વરૂપવતી અને ગુણમાં લક્ષ્મી જેવી છે. પણ છોકરાને કોણ જાણે શાથી તારા પર અણગમો ઉપજ્યો છે, તો તું તારે પિયેર જા,” એમ કહીને એમણે પુત્રની ખાતર પુત્રવધૂને પિતૃગૃહે વિદાય કરી.

ઇસિદાસી જે જ્ઞાતિમાં હતી તે જ્ઞાતિમાં એ સમયે પુનર્લગ્નનો રિવાજ પ્રચલિત હતો, એટલે એના પિતાએ એને એક બીજા વરને પરણાવી. એ પણ ધનાઢ્ય પુરુષ હતો. ઈસિદાસીએ પોતાના સ્વભાવ પ્રમાણે અની પણ પુષ્કળ સેવા કરી, પરંતુ એક માસ પછી એનું પણ ચિત્ત ફર્યું અને તેણે પણ તેને વગર વાંકે છોડી દીધી. ત્યાર પછી એક દિવસ એક દીન દરિદ્ર સંયમી ભિખારી યુવક માગવા સારૂ ઈસિદાસીના પિતાને ઘેર આવ્યો. તેને તેમણે કહ્યું: “આ ભિક્ષુકની ઝોળી અને કમંડળ ફેંકી દઈને મારા જમાઈ બનો.” એણે યુવતીના પિતાની પ્રાર્થના સ્વીકારી અને પંદર દિવસ સુધી પતિપત્ની સુખે રહ્યાં. પછી પેલા જમાઈએ કહ્યું : “મને મારી ઝોળી અને કમંડળ પાછાં આપો, હું તો ભિક્ષા