પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ગૃહસ્થ માણસે પણ અઠવાડિયામાં એક વાર પાળવાનાં છે.) (૯) નાચ અને ગાનતાનથી વિરમવું અને (૧૦) સુવર્ણાદિ ધાતુનો પરિગ્રહ ન કરવો. (સાધુઓએ દશે શીલ ખાસ પાળવાનાં છે.)

દશ શિક્ષા આ પ્રમાણે છે. (૧) હિંસા કરવી નહિ, (૨) વગર આપ્યું લેવું નહિ) (૩) બ્રહ્મચર્ય પાળવું (ગૃહસ્થે પોતાનીજ પત્ની ઉપર સ્નેહ રાખવો), (૪) જૂઠું ન બોલવું, (૫) ચાડી ન ખાવી, (૬) ઉદ્ધતાઈ ન વાપરવી, (૭) વૃથા પ્રલાપ ન કરવો, (૯) લોભ ન કરવો, (૯) દ્વેષ ન રાખવો અને (૧૦)વિચિકિત્સા એટલે કે શાસ્ત્ર અને પરમાર્થ સંબંધે સંશયપણું ન રાખવું.

છ પારમિતાઓ અર્થાત્ સંસારસાગરમાંથી પાર તરી જવાનાં છ સાધનો આ પ્રમાણે છે:―

(૧) દાનપારમિતા. (દ્રવ્ય, વિદ્યા, ધર્મોપદેશ વગેરેનાં દાન) (૨) શીલપારમિતા.(ઉપર વર્ણવેલાં શીલ પાળવાં), (૩) ક્ષાંતિપારમિતા, (દુઃખ ખમવાં તથા પારકાના અપકારની ક્ષમા આપવી), (૪) વીર્ય પારમિતા (સંસારની લાલચોને જીતી કલ્યાણને માર્ગે ચઢવાની મારામાં શક્તિ છે એમ ઉત્સાહ રાખવો), (૫) ધ્યાનપારમિતા (ધર્મ અને બુદ્ધ ભગવાનનું ધ્યાન કરવું) અને (૬) પ્રજ્ઞાપારમિતા (જ્ઞાન પ્રાપ્ત કરવું)*[૧]

બુદ્ધદેવને સ્ત્રીજાતિ પ્રત્યે ઘણું માન હતું અને જનસમાજમાં સ્ત્રી જાતિનો આદર થાય એવી એમની ઈચ્છા હતી. છ દિશાઓની પૂજાનું રહસ્ય સમજાવતાં એમણે પત્નીપુત્રને દક્ષિણ દિશારૂપ માનીને તેમની પૂજન વિધિ નીચેના શબ્દોમાં બતાવ્યો છે. પશ્ચિમ દિશા જે પત્ની તેની પૂજાનાં આ પાંચ અંગ છે. (૧) તેને માન આપવું, (૨) તેનું અપમાન ન થવા દેવું, (૩) એક પત્નીવ્રત આચરવું, (૪) ઘરનો કારભાર તેને સોંપવો, (૫) વસ્ત્રાલંકારની તેને ખોટ ન પડવા દેવી. આ પાંચ અંગોથી જે પતિ પત્નીની પૂજા કરે તે પત્ની તે પતિ ઉપર પાંચ પ્રકારનો અનુગ્રહ કરે છે:―

(૧) ઘરમાં સારી વ્યવસ્થા રાખે છે, (૨) નોકરચાકરોને પ્રેમથી સંભાળે છે; (૩) પતિવ્રતા થાય છે; (૪) પતિએ મેળવેલી સંપત્તિનું


  1. * બૌદ્ધધર્મ સંબંધી ઉપરની બધી હકીકત આચાર્ય શ્રીઆનંદશંકર બાપુભાઈ ધ્રુવ રચિત ‘ધર્મવર્ણન’ નામના ઉત્તમ ગ્રંથમાંથી લેવામાં આવી છે. —લેખક