પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
ઇશાનદેવી


પૂર્ણ થયું. પૂર્વજન્મો એની આગળ સ્પષ્ટ દેખાવા લાગ્યા. સાતમા જન્મમાં એણે વ્યભિચારનો મહાન અપરાધ કેવી રીતે કર્યો હતો અને તેના દંડરૂપે બીજા છ જન્મોમાં કેટલું દુઃખ વેઠવું પડ્યું, એ બધી વાતનું તેને જ્ઞાન થયું. એ જ્ઞાન થયા પછી તેની હૃદયવેદના તદ્દન શાંત થઈ. એક જન્મની ભૂલથી એણે આ જન્મમાં પણ પુષ્કળ દુઃખ વેઠ્યું; પણ સત્કર્મ તથા સત્સંગના પ્રભાવથી આ જન્મમાં આગલા જન્મોના પાપ બાળી નાખ્યાં, એટલુંજ નહિ પણ અનંત પુણ્યનો સંચય કરીને નિર્વાણને પ્રાપ્ત થઈ.

થેરીગાથામાં વિસ્તારથી પોતાનેજ મુખે એણે આ ઈતિહાસ વર્ણવ્યો છે.

८४–इशानदेवी

કાશ્મીરના રાજા અલીકની રાણી હતી. રાજતરંગિણી અનુસાર કલિને ૧૭૯૬ વર્ષ થયાં. એ સમયમાં અલીક રાજા હતો. એ ઘણો યશસ્વી અને દિવ્ય પ્રભાવવાળો રાજા હતો. કાશ્મીર દેશની સુવ્યવસ્થા એણેજ કરી તથા એના સુશાસનને લીધે દેશની આવક તથા મહત્તા વધી. પોતાના પરાક્રમ અને પ્રભાવથી ઉપાર્જન કરેલી સંપત્તિથી તેણે કેટલાએ અગ્રહાર બંધાવ્યા હતા. તેની રાણી ઈશાનદેવી પણ ધર્મપરાયણા હતી. એણે દરવાજા અને હસ્તિશાલાઓની સમીપ ઉગ્ર પ્રભાવવાળા કેટલાએક ચક્ર બનાવ્યા.