પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



જમાવ્યો. જોતજોતામાં તેના જીવનમાં મહાપરિવર્તન થઈ ગયું. બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરીને મહાપુરુષ બુદ્ધદેવના મહાન આદર્શને તેણે સ્વીકાર્યો.વિશ્વપ્રેમથી તેનું હૃદય પરિપૂર્ણ થઈ ગયું.

એ સમયમાં બૌદ્ધધર્મનો પ્રચાર બહુ જોરમાં ચાલી રહ્યો હતો. બૌદ્ધધર્મના ઉપદેશકો વિશ્વપ્રેમનો પ્રચાર કરીને યાગયજ્ઞ અને પશુવધનું ખંડન કરી રહ્યા હતા. તેમના ઉપદેશથી જીવહિંસા બહુ અટકી હતી, નીચલી જાતિઓને ઊંચ વર્ણના ત્રાસથી બચાવવાને પણ એમણે ઘણો પ્રયત્ન કર્યો હતો. મૈત્રી, કરુણા અને “અહિંસા પરમો ધર્મ” એ ત્રણ પ્રેમમંત્રની વાણીનો ઘોષ ચારે તરફ થઈ રહ્યો હતો. એ પ્રેમ અને કરુણાની વાણી મહારાજા અશોકના હૃદય સુધી પહોંચી અને તેમણે બૌદ્ધધર્મની દીક્ષા લીધી. દીન, દુઃખી નરનારી અને પશુપક્ષીઓનાં દુઃખ અને કલેશથી એનું હૃદય પીગળી ગયું અને તેમનાં સંકટનું નિવારણ કરવા સારૂ એણે પોતાનો રાજભંડાર ખૂલ્લો મૂક્યો. નવ કરોડ અને આઠ લાખ સુવર્ણમુદ્રાઓ પુણ્યમાં વાપરવામાં આવી. પશુપક્ષીઓના રોગોનો ઈલાજ કરવા સારૂ દવાખાના બંધાવ્યાં. જ્ઞાન, ધર્મ અને નીતિની ઉન્નતિ તથા તેમને સુખની વૃદ્ધિ સારૂ અશોકે જેટલા ઉપાય કર્યા હતા, તેટલા ઘણા થોડા રાજા કે બાદશાહોએ કર્યા હશે.

એવા મહારાજાની દેખરેખ નીચે સંઘમિત્રા અને રાજકુમાર મહેંદ્ર ઊછર્યા હતાં, બન્ને ભાઈબહેનને જોતાં વારજ તેઓ એક ફૂલનો સુંદર બે કળીઓ હોય એમ લાગતું હતું. બન્નનો સ્વભાવ ઘણો મીઠો હતો. અશોકનો બન્નેના ઉપર અત્યંત પ્રેમ હતો. બન્ને જણાં સાથેજ અનેક વિષયોનું શિક્ષણ મેળવી રહ્યાં હતાં. ઊંચી કેળવણથી સંઘમિત્રાનું હૃદયકમળ ખીલી ઉઠ્યું. તેણે નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેના હૃદયમાં ધર્મભાવ જાગૃત થયો. એ વખતે સંઘમિત્રાની વય ૧૮ વર્ષની અને મહેંદ્રની ૨૦ વર્ષની હતી મહારાજા અશોકે મહેંદ્રને યૌવરાજ્ય પદ ઉપર અભિષિક્ત કરી પોતે ભિક્ષુ બનવાનો સંકલ્પ કર્યો હતો; પરંતુ એટલામાંજ બુદ્ધદેવના પવિત્ર આત્માએ બન્ને ભાઈબહેનને ધર્મપ્રચારનું મહાન વ્રત ગ્રહણ કરવા સારૂ આમંત્રણ મોકલ્યું. એ વખતે બૌદ્ધધર્મના એક આચાર્યે મહારાજા અશોકને કહ્યું:— “રાજન્‌ ! જેમણે ધર્મની ખાતર પુત્ર કે પુત્રીને અર્પણ