પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



વિચાર કરવામાં આવતો. પ્રેમ અને સંવનનનો રિવાજ પણ હોય એમ જણાય છે. કુમારિકાઓનાં લગ્ન પણ યુવાવસ્થાને પ્રાપ્ત થતાં લગી થતાં નહોતાં. મામાની પુત્રી સાથે લગ્ન કરવાનો રિવાજ રાજકુટુંબોમાં અને ખાસ કરીને શાક્ય વંશીઓમાં પ્રચલિત હતો.

સ્ત્રીઓને ભ્રષ્ટ ગણીને એકદમ ત્યજી દેવામાં નહોતી આવતી. અંબપાલી ગણિકા તથા સમાજથી ભ્રષ્ટ થયેલી બીજી કેટલીક સ્ત્રીઓ પ્રત્યે ભગવાન તથાગતે બતાવેલી દયા તથા સહાનુભૂતિ એ વાતની સાક્ષી પૂરે છે અને પ્રકટ કરે છે કે બુદ્ધિની દુર્બળતાને લીધે–મનુષ્યમાં રહેલા કુદરતી સ્વભાવને લીધે—ઇંદ્રિયના વિકારને વશ થઈ સત્પથમાંથી ચળેલી સ્ત્રીઓને પણ સુધારી શકાય છે અને એમના જીવનનો વિશેષ તિરસ્કાર ન કરીએ તો તેઓને હાથે પણ સમાજની અધિક લાભદાયક સેવા થઈ શકે છે.