પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

९१–देवस्मिता

દેવસ્મિતા ધર્મગુપ્ત નામના એક વાણિયાની કન્યા હતી. ધર્મગુપ્ત દેવનગરીનો નિવાસી હતો. બાલ્યાવસ્થામાં જ તેણે કન્યાને પોતાની શક્તિઅનુસાર વાંચતાં લખતાં શીખવ્યું હતું. દેવસ્મિતા રૂપવતી, ગુણવતી અને સુશીલ, ધર્માત્મા સ્ત્રી હતી. રામાયણ અને મહાભારતની કથાઓ ઉપરાંત બૌદ્ધધર્મની કથાઓ પણ તે સારી પેઠે જાણતી હતી. જ્યારે દેવસ્મિતા જુવાન થઈ ત્યારે ધર્મગુપ્તે તામ્રલિપ્તી નગરીના મણિભદ્ર નામના એક સુંદર અને ધાર્મિંક યુવક સાથે એનું લગ્ન કર્યું. પતિપત્નીમાં ઘણો મજબૂત પ્રેમ બંધાયો, દેવસ્મિતા પતિવ્રતા સ્ત્રી હતી. ઘરનાં બધાં માણસો એનાથી પ્રસન્ન હતાં. ધર્મનું શિક્ષણ મળેલું હોવાથી એ સાધુસંત અને સંન્યાસીઓની સેવા અને સહાયતા કરતી હતી. ભૂખ્યોતરસ્યો જે કોઈ જઈ ચડે તેને સત્કારતી. આડોશીપાડોશીની વહુદીકરીઓ પર એનો વિશેષ પ્રેમ રહેતો હતો. એ સવારના પહોરમાં ઘણી વહેલી ઊઠતી અને સ્નાન કરીને સૌથી પહેલાં સાસુ અને ઘરની વડીલ સ્ત્રીઓને પગે લાગતી. પછી ઘરનું કામકાજ કરવામાં ગૂંથાતી. સાસુસસરાને એ પોતાના કામકાજ અને સેવાથી એવાં પ્રસન્ન રાખતી કે તેઓ એનેજ ઘરની માલિક ગણતાં અને એને પૂછ્યા વગર પાણી પણ નહોતાં પીતાં. એ જ્યારે પડોશની સ્ત્રીઓને મળવા જતી ત્યારે એમને ધર્મનું શિક્ષણ આપતી. દેવાલયમાં જતીઆવતી તો ત્યાં પણ ખાલી ટાયલાં અને કાથાકૂથલી કરવાને બદલે ધર્મ અને નીતિ સંબંધીજ વાતચીત કરતી. સાસરે આવ્યા પછી થોડા દિવસોમાંજ એણે બધાંને પોતાને વશ કરી લીધાં. બધાં એને ખરાં અંતઃકરણથી ચાહતાં હતાં. એને બીજાઓ ઉપરનો પ્રેમ તથા ધર્મ ઉપરનો પ્રેમ અને પૂજાપાઠ જોઈને એનાં સાસુસસરા